નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા કુંભારવાડા ખાતે આવેલી સંસ્કાર વિદ્યા ધામ પ્રા.શાળામાં ૧પમી ઓગષ્ટ નિમિત્તે યોજાયેલ નિબંધ સ્પર્ધામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ખુબ જ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો અને વિજેતાઓને તા. ૧૯-૮-ર૦૧૯ના રોજ પ્રોત્સાહિત ઈનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં. જેમાં પ્રથમ ક્રમે સુમેરા ક્રિષ્ના અને બીજા ક્રમે બોરીચા તમન્ના અને ત્રીજા ક્રમે કુરેશી રાબીયા તથા ચૌહાણ ભૌતિક રહ્યા હતાં.