જાફરાબાદ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ લોઠપુર ગામે ડેપ્યુટી કલેકટર ડાભીના અધ્યક્ષ સ્થાને ઉજવાયો મામલતદાર ચાવડા, ટીડીઓ વાઘેલા, અલ્ટ્રાટેક સિહત અધિકારીઓ, સરપંચ રાણા આતા ધીરૂભાઈ ખુમાણ ઉપસ્થિત રહ્યા હતાં.
રાષ્ટ્રની શાન એવા તિરંગાને સલામી આપવા જાફરાબાદ તાલુકા કક્ષાનો કાર્યક્રમ લોઠપુર ગરામે પ્રાથમિક શાળાના વિશાળ પટાંગણમાં ડેપ્યુટી કલેકટર ડો. ભાર્ગવ, મામલતદાર ચાવડા, તાલુકા વિકાસ અધિકારી ભરતસિંહ વાઘેલા, ફીશરીશ વિભાગના ટોપરાણી ટી.પી.ઓ. કે.પી.વાઢેર, પી.આઈ. જેઠવા, અલ્ટ્રાટેક કંપનીના અધિકારીઓ, સરપંચ રાણાભાઈ, ગામ આગેવાન દાતા ધીરૂભાઈ ખુમાણ, શાળા આચાર્ય જયેશભાઈ, શિક્ષક, સ્ટાફ સહિતે અંદબથી ધ્વજવંદન કરાયું તેમજ જીલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ સાથે રહી વૃક્ષારોપણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું આ સાથે ખુબ પ્રેરણાદાયક વિશેષ નૌધનીય બાબત એ રહી કે ગત વાયુ વાવાઝોડાથી ધારાબંદર ગામ અરબી સમુદ્રની ગોદમાં હોય તે બાબતે ગામની તેમજ વિદ્યાર્થીઓની રક્ષા કાજ તાલુકા શિક્ષણ અધિકારી એચ.ડી.વાઢેરના માર્ગદર્શન આચાર્ય રોજાસરા મુનેશભાઈને, સરપંચ સુકરભાઈ સોલંકી, ઉપસરપંચ દોલુભાઈ સાથે રહી સુંદર કામગીરી બદલ ડેપ્યુટી કલેકટર તેમજ મામલતદાર ટીડીઓ દ્વારા પ્રશંસા પત્ર અર્પણ કરાયા હતાં.