મહુવા વનવિભાગની ટીમ દ્વારા ૧૯ તારીખ બે શિકારીને ઝડપી પાડ્યા હતા, મહુવાના તરેડી ઓથા ગામની સીમમાંથી આ શિકારીને દેશી જામગરી બંદુક અને કાળીયારના મૃતદેહ સાથે ઝડપી લઈ વન અધિનિયમ-૧૯૭૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ બાદ વધુ બે સખસોના નામ ખુલ્યા હતા. જેની પણ અટકાયત કરી કોર્ટમાં રજુ કરાયા હતા. આરોપીએ જામીન માંગતા કોર્ટે નામંજુર કરતા આજે વનવિભાગે જેલ હવાલે કર્યા હતા. મહુવાના તરેડી ગામની સીમમાં અમુક શિકારીઓ કાળીયારના શિકાર કઈ રહ્યા છે તેવી ખાનગી રાહે મહુવા વનવિભાગને બાતમી મળતા ભાવનગરના ડીસીએફ ની સુચના હેઠળ રાઉન ફોરેસ્ટર તળાજા એસ.જે વાંદા, રાઉન્ડ ફોરેસ્ટર મહુવા જીતેન્દ્ર ભેડા તેમજ રાઉન્ડ ફોરેસ્ટર પીપરલા ગઢવી તેમજ ફોરેસ્ટ ગાર્ડ સહિતની ટીમે તરેડી ગામની સીમમાં વોચ ગોઠવતા કાળીયારનો શિકાર કરનાર ઓથા ગામનો સદામ કાળુભાઈ કાતીયાર તેમજ તાલાળા તાલુકાના પાનીકોઠા ગામનો સુલતાન રહેમતુલ્લા ને ઝડપી પાડ્યા હતા, તેઓ પાસેથી દેશી જામગરી બંદુક તેમજ કાળીયાર નો મૃતદેહ કબજે કરી વન અધિનિયમ-૧૯૭૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આ બન્ને ઇસમો ને આજે મહુવા કોર્ટમાં રજુ કરતા કોર્ટે આ બન્ને ના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા રીમાંડ દરમિયાન વધુ બે શિકારી ની ધર પકડ કરવામાં આવી હતી જેને કોટ માં રજૂ કરતા રીમાંડ તથા તેમજ જામીન ના મનજુર થતા તમામ ચારેય ને આજે વન વિભાગ દ્વારા જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા હતા.