અલ્ટ્રાટેક કોમ્યુનીટી વેલફેર ફાઉન્ડેશન, અલ્ટ્રટેક સિમેન્ટ લીમીટેડ, નર્મદા સિમેન્ટ જાફરાબાદ વર્કસ દ્વારા ર૦ ઓગષ્ટના રોજ મીતીયાળા પ્રાથમિક શાળામાં સ્વચ્છતા કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સુરેશ પાટીલ – આર.એમ.સી. એન્ડ એકાઉન્ટ હેડ અલ્ટ્રાટેક સિમેન્ટ હસરાજ કપુર – યુનીટ હેડ, સાધના કપુર – પેસીડેન્ટ માનીની લેડીઝ કલબ, શ્રીદેવી રાયલી, શેતલ મલ્હોત્રા, ભુપેન્દ્રસિંગ, બાબુ રાયલી, પંકજ અગ્રવાલ – કંપનીના એફએચ અને તમામ ડિપાર્ટમૈન્ટ હેડ તેમજ ગામના ડેપ્યુટી સરપંચ કાળુભાઈ, તથા પંચાયત સભ્યો હાજર રહ્યા હતાં. જેમાં ૪ર૭ સ્વચ્છતા કીટનું વિતરણ મીતીયાળા પ્રાથમિક શાળાના તમામ બાળકોને કરવામાં આવ્યું અને સ્વચ્છતા અંગે કંપનીના કર્મચારીઓ દ્વારા જાગૃતિ કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા સફેટીને લગતુ સુંદર નાટક રજુ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મીતીયાળા પ્રાથમિક શાળાના આચાર્યના નીજા હેથળ યોજાયો હતો, નર્મદા સિમેન્ટ જાફરાબાદ વર્કસ દ્વારા કરાયેલા સ્વચ્છતાની આ પહેલ સમાજને એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું છે.