ભાવનગર શહેરના ઘોઘારોડ ખાતે આવેલ મોટા શીતળા માતાજીના મંદિરે તા. રર-૮-૧૯ના રોજ શીતળા સાતમ તહેવાર ઉજવાશે આથી નગરજનો તથા આજુબાજુના ગ્રામીણ વીસ્તારના ધર્મપ્રેમી ભાઈ-બહેનોને જણાવવાનું કે તા. રર-૮-૧૯ને ગુરૂવારના રોજ શીતળા માતાજીના મંદિરે ભાતીગળ લોકમેળો ભરાશે તથા શીતળા સાતમ તહેવાર ઉઝવાશે નગરજનોએ નોંધ લેવી તેમજ શીતળા સાતમ મહોત્સવ સમિતિ- ભાવનગર દ્વારા આયોજન કરાયું છે. તેમજ લોકોની વ્યવસ્થા માટે કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવશે આમ લોકોને અગવડતા ન પડે તે માટે શીતળા સાતમ મહોત્સવ સમિતિના પ્રમુખ ઉદયભાઈ મકવાણા મહામંત્રી ભરત મોણપરા, મંદિરના મહંત પ્રભાશંકર દાદા, સાજણભાઈ સાટીયા, જગજીવન યાદવ, ચંદુભાીઈ મેર, દીનુબેન બારૈયા, મોહનભાઈ પટેલ, ધનજીભાઈ ચુડાસમા, યશપાલસિંહ, હરેશભાઈ, સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.