ઘોઘાનો રસ્તો ૧ વર્ષમાં તૂટયો

507

ઘોઘા માં પોલીસ સ્ટેશન થી મામલતદાર ઓફીસ અને ઘોઘા ઈંગ્લીશ સ્કુલ થી જિલ્લાવાળી પોળ સુધી બનાવવા માં આવેલ બંને આર.સી.સી રોડ માં ભ્રષ્ટાચાર થયો હોવાનો  આરોપ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ છે.એક વર્ષ પહેલા બનાવવામાં આવેલ આર.સી.રોડ  તુટી ગયો છે.

ઘોઘા ખાતે બનાવવા માં  આવેલ બંને આર.સી.સી રોડ ૨૫ લાખ રૂપિયાના મંજુર કરવામાં આવ્યા હતા. જે રોડ બન્યાને એક વર્ષ જેટલો  સમય હજી થવા આવ્યો છે.ત્યારે  મોટા ગાબડા પડી ગયા છે અને આખા રોડ માંથી કપચી બહાર નીકળી ગઈ છે ને એમાં પણ વરસાદ પડતા જ આ રોડ સાવ ધોવાઈ ગયો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે આ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે બનાવેલ મટીરીયલને  લેબોરેટરીમાં ચેક કરવામાટે મોકલવામાં આવે અને કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલ કામની ન્યાયીક તપાસ કરવામાં આવે.કોન્ટ્રાકટરે ટેન્ડરમાં બતાવ્યા મુજબનુ કામ કરેલ નથી તે જણાઇ આવે છે.

Previous articleજાફરાબાદ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ લોઠપુર ગામે ઉજવાયો
Next articleવાઘાવાડી રોડ માધવહિલમાં થયેલ ચોરીના બે આરોપીઓની ધરપકડ