જીતુભાઈ વાઘાણી દ્વારા શનિવારે ભાવનગરમાં દહી હાંડી મહોત્સવ

657

તા.૨૪/૦૮/૨૦૧૯ ને શનિવાર ના રોજ પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત નંદોત્સવ સમિતિ આયોજિત “દહીં હાંડી મહોત્સવ” ઉજવાશે. જે અંતર્ગત ભાજપ કાર્યાલયે પ્રભારી મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.

ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા પ્રેરિત નંદોત્સવ સમિતિ આયોજિત “દહીં હાંડી મહોત્સવ “ કાર્યક્રમ આગામી ૨૪ને શનિવારે શહેરના વિવિધ છ (૬) સ્થાનો પર જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે.

આ કાર્યક્રમ સવારે ૯ કલાકથી  વિરાણી સર્કલ,કાળીયાબીડ, સંસ્કારમંડળ સર્કલ, પટેલ જ્ઞાતિની વાડી પાસે (વિજય ટોકીઝ),ચાવડી ગેટ,  શર્મા રોલિંગ મિલની સામે,માઢીયા રોડ, તળપદા કોળી જ્ઞાતિની વાડી પાછળ,શ્રી મહાત્મા ગાંધી પ્રા.શાળા નં – ૬૩ની સામે , કૈલાશ વાટિકા,બોરતળાવ જેવા વિવિધ વિસ્તારોમાં મહારાષ્ટ્રનાં અલગ અલગ ગામો માંથી ચુનંદા ૧૦૧ મહારથીઓ દ્વારા મટકી ફોડ કરાશે.

આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ  જીતુભાઈ વાઘાણી, સાંસદભારતીબેન શિયાળ, શહેર જીલ્લાના ધારાસભ્યઓ, ભાવનગર શહેર જીલ્લા પ્રભારી મહેશભાઈ કસવાલા, મેયર મનહરભાઈ મોરી તથા બોર્ડ નિગમના ચેરમેનઓ, ડાયરેકટરઓ, ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી અને જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, નગરસેવકઓ, શિક્ષણ સમિતિના ચેરમેન તથા સદસ્યો, શહેર જીલ્લા સંતો-મહંતો, શહેરના  ઉદ્યોગપતિઓ,સમાજના વિવિધ સંસ્થાના આગેવાનો શ્રેષ્ઠીઓ, શહેર ભારતીય જનતા પાર્ટી ટીમ,મંડળ અધ્યક્ષ અને ટીમ,આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આજે પત્રકાર પરિષદમાં પ્રમુખ સનત મોદી, મેયર મનભા મોરી, ચેરમેન યુવરાજસિંહ ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleવાઘાવાડી રોડ માધવહિલમાં થયેલ ચોરીના બે આરોપીઓની ધરપકડ
Next article‘તારક મહેતા કા…’માં પલક સિધવાણી સોનુનું પાત્ર ભજવશે