ક્રિષ્ના ફાઉન્ડેશન ભાવનગર દ્વારા અંધ અભ્યુદય મંડળના રપ પરિવારોને એક મહિનાનું કાચુ રેશનથી અનાજ કીટનું વિતરણ અંધ ઉદ્યોગ શાળાના પ્રાર્થના હોલમાં કરવામાં આવ્યું હતું. ભાટીયા પરિવાર દ્વારા લાભાર્થી પરિવારોને કીટ આપેલ. આ પ્રસંગે મહેશ દવે, સતિષ ગોયલ, બિપીન શર્મા, અંધ ઉદ્યોગ શાળાના લાભુભાઈ સોનાણી સહિત ઉપસ્થિત રહ્યાં હતા.