ખુબ લાંબા સમયથી કાર્તિક આર્યન અને સારા અલી ખાન એકબીજા સાથે ડેટ પર છે. તેમના પ્રેમ સંબંધની ચર્ચા ચારેબાજુ જોવા મળી રહી છે. બંનેને કેટલીક વખત સાથે જોવા મળે છે.
હાલમાં કાર્તિક પોતાની આગામી ફિલ્મના શુટિંગ માટે લખનૌમાં હતો. એ વખતે તેને મળવા માટે બે વખત સારા અલી ખાન પહોંચી હતી. આવી જ રીતે કાર્તિક પણ સારા અને તેની માતાને મળવા માટે એરપોર્ટ પર હાલમાં પહોંચી ગયો હતો. હાલમાં જ કાર્તિક આર્યન સારા અલી ખાનને જન્મદિવસે સરપ્રાઇઝ આપવા માટે બેંગકોક પણ પહોંચી ગયો હતો. હવે હેવા અહેવાલ આવી રહ્યા છે કે સારાની સાથે તેની મિત્રતા સતત વધી રહી છે. બંને સાથે ક્વોલિટી ટાઇમ ગાળી રહ્યા છે. કાર્તિકે હવે ડેટ પર જવા માટે પોતાના કેટલાક કામ પણ છોડી દીધા છે. થોડાક દિવસ પહેલા શ્રીદેવીની બેસ્ટ ફ્રેન્ડની પુત્રીના લગ્નમાં સારા સાથે જવા માટે ઇચ્છુક હતી. લગ્નમાં તે ગયો હતો. સારા અલી ખાન પોતે કરણ જોહરના એક શોમાં કબુલાત કરી ચુકી છે કે તે કાર્તિક આર્યનની સાથે ક્રશ ધરાવે છે. તેની સાથે ડેટ પર જવા માટે ઇચ્છુક છે. સારા અને કાર્તિક હવે એક ફિલ્મમાં સાથે કામ પણ કરી રહ્યા છે. જેનુ શુટિંગ પણ પૂર્ણ થવા આવ્યુ છે. કાર્તિક હવે પોતાની આગામી ફિલ્મ પતિ પત્નિ ઔર વોહ ફિલ્મમાં કામ કરી રહ્યો છે.
આ ફિલ્મમાં તેની સાથે બે અભિનેત્રી કામ કરી રહી છે. જેમાં અનન્યા પાન્ડે અને ભૂમિ તેની સાથે કામ કરી રહી છે.આ ઉપરાંત તે ભુલ ભુલૈયા ફિલ્મની સિક્વલ ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે.
પોતાની આગામી ફિલ્મ કુલી નંબર એકમાં પણ તે કામ કરી રહ્યો છે. કાર્તિક પાસે અનેક સારી અને મોટી ફિલ્મની હાલમાં ઓફર આવી રહી છે. તે સૌથી વધારે વ્યસ્ત રહેનાર સ્ટાર પૈકી એક તરીકે સાબિત થઇ રહ્યો છે. કાર્તિક આર્યન ભારે આશાવાદી છે.