ઇંગ્લેન્ડના ઓપનર જેસન રોયને માથા પર બોલ વાગતા ઘાયલ

657

એશિઝ ટેસ્ટ સિરીઝના બીજા ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરની એક બોલ પર ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેન સ્ટીવન સ્મિથને ગંભીર ઇજા થઈ હતી. જેના કારણે સ્મિથ ત્રીજા ટેસ્ટ મેચથી બહાર થયો છે. જ્યારે હવે વધુ એક ખેલાડીને ઈજા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.’મીડિયા રિપોર્ટ મુજબ ઇંગ્લેન્ડના ઓપનર જેસન રોયને મંગળવારે અભ્યાસ દરમિયાન માથા પર બોલ વાગી છે. ત્રીજા ટેસ્ટ મેચ પહેલા રોચની આ ઇજાની એકવાર ફરી તપાસ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે ત્રીજી ટેસ્ટ મેચ ગુરુવારે રમાશે. પાંચ મેચોની એશિઝ ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા પહેલી ટેસ્ટ જીતીને ૧-૦ થી આગળ છે. જ્યારે બીજી ટેસ્ટ ડ્રો થઈ હતી.

મીડિયા સૂત્રો મુજબ રોય તે સમય ઇજાગ્રસ્ત થયો જ્યારે કોચિંગ આપી રહેલા પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી માર્કસ ટ્રેસ્કોથિકનો એક થ્રો સીધે રોયના માથા પર વાગ્યો. ઓપનર બેટ્‌સમેન રોયએ બોલ લાગ્યા બાદ ચક્કર આવવાથી જોડાયેલ એક ટેસ્ટને પાસ કર્યો છે. પરંતુ ત્રીજી ટેસ્ટ પહેલા ફરી એકવાર રોયની તપાસ કરવામાં આવશે. સૂત્રો પ્રમાણે ઇંગ્લેન્ડની ટીમે જેસન રોયની જગ્યાએ ઓલી પોપને સ્ટેન્ડબાય પર રાખ્યો છે.

Previous articleમેસ્સીએ મને શ્રેષ્ઠ ખેલાડી બનાવ્યો, તેમની સાથે મારી સ્વસ્થ સ્પર્ધા છે : રોનાલ્ડો
Next articleધરપકડ બાદ રાત્રી ગાળામાં ચિદમ્બરમની પુછપરછ થઇ