ભડિયાદની સગીરા ગુમ થયા અંગે ધોલેરા પોલીસમાં નોંધાઈ ફરિયાદ

925
GUJ2722018-6.jpg

તાલુકાના ભડિયાદ ગામની સગીરા તા.૧૭-ર-૧૮ના રોજ રાત્રિના ૧૦ વાગ્યા પછીના સમયે ગુમ થતા સગીરાના પિતાએ ધોલેરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ. પ દિવસ બાદ સગીરા તેના પિતાના ઘરે પરત ફરતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ધોલેરા પોલીસે ભડીયાદ ગામની સગીરાના મીસીંગ બાબતે ફરિયાદ નોંધેલ. જે અંગે આ તપાસ ધંધુકા ઈન્ચાર્જ સીપીઆઈ આર.બી.રાણાએ હાથ ધરેલ. તપાસ દરમ્યાન ગુમ થયેલ સગીરા સાથે કોના કોન્ટેક્ટ થયેલ. જે બાબતે કોલ ડિટેઈલ્સ કાઢવામાં આવેલ અને લોકેશન મેળવી તપાસ હાથ ધરાઈ હતી. કોલ ડિટેઈલ્સ પ્રમાણે ભડીયાદ ગામના જ સંજયભાઈ જીવણભાઈ પરમારનું નામ ખુલવા પામતા સીપીઆઈ ધંધુકા દ્વારા પૂછતાછમાં યુવકે સગીરાને ગામના જ કોઈ ચોક્કસ વિસ્તારમાં ગોંધી રાખ્યાની કબુલાત કરેલ. ઉપરાંત તેણી સાથે યૌન સંબંધ બાંધ્યા હોવાની કબુલાત યુવકે કરેલ. પોલીસની કડક તપાસના કારણે સગીરા પ દિવસે ઘરે પરત આવી હતી.
વધુ તપાસ અર્થે સગીરા અને યુવકના ટેસ્ટ રીપોર્ટ લેવામાં આવ્યા હતા તો સગીરા સાથે યુવકે શારીરિક સંબંધો બાંધ્યા હોવાથી ટેસ્ટના રીપોર્ટ પરથી હકીકત જણાઈ આવતા સગીરાને ગોંધી રાખનાર સંજયભાઈ જીવણભાઈ પરમાર રહે.ભડીયાદવાળાને પોસ્કો અંતર્ગત સાબરમતી જેલ હવાલે ધકેલાયો છે. આમ ધંધુકા ઈન્ચાર્જ સીપીઆઈ આર.બી.રાણાએ શોર્ટ ટાઈમમાં સખ્તાઈથી તપાસ કરતા ગુનો ઉકેલી નાખ્યો હતો.

Previous articleપાલીતાણા આવી રહેલ લક્ઝરી બસમાં આગ લાગતા ફાયર દોડ્યું
Next articleરૂવાપરી રોડ પાસે રહેતો શખ્સ દેશી રીવોલ્વર સાથે ઝડપાયો