અમદાવાદ શહેરમાં નવજાત બાળકોને ત્યજી દેવાના કિસ્સાઓ વધી રહ્યા છે. સાબરમતી-પાટણ ડેમુ ટ્રેનમાં સીટ નીચેથી ૨૫ દિવસની નવજાત બાળકી પોલીસને મળી આવી છે. બાળકીને હાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
બુધવારે સાંજે ૫ વાગ્યે પાટણની ડેમુ ટ્રેન સાબરમતી ધર્મનગર રેલવે સ્ટેશન પર આવીને ઉભી હતી.
રેલવેના મહિલા સફાઈ કર્મી ટ્રેનમાં સફાઈ કરતા હતા ત્યારે ત્રીજા ડબ્બામાં સીટ નીચેથી એક નવજાત બાળકી જીવિત હાલતમાં જોવા મળી હતી. જેથી તેઓએ પોલીસને જાણ કરી હતી.
સાબરમતી પોલીસ તતાકાલિક ડબ્બામાં પોહચી ગઈ હતી. બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. સાબરમતી રેલવે પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.