સુરતના ભભોરામાં એક કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. કંપનીના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચ્યો હતો. કંપનીના ગોડાઉનમાં જૂનું ઑઇલ ફિલ્ટર કરી અને તેને ભરવામાં આવતું હતું જ્યાં આગ લાગી ગઈ હતી. કંપનીમાં મોટા પ્રમાણમાં ઑઇલનો જથ્થો હતો જેમાં આગ લાગવાના કારણે એક બાદ એક ધડાકા થયાં હતા. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમે જીઆઈડીસીમાં પહોંચી અને આગ બુજાવાની કામગીરી હાથ ધરી છે. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટા દૂરદૂર સુધી દેખાયા હતા.