પથારીવશ યુવકે પૈસા માટે મિત્રને દરરોજના ૨૦૦૦ રૂપિયા લેખે ઘરમાં જુગાર રમવા જગ્યા ભાડે આપી

1023

શહેરના કાંકરિયા ઢોર બજાર પાસે આવેલા મ્યુનિસિપલ ઓફિસર ફ્‌લેટમાં ચાલતા જુગારધામ પર પીસીબીની ટીમે દરોડો પાડી ૧૫ જુગારીઓને ઝડપી લીધાં હતાં. જે મકાનમાં જુગારધામ ઝડપાયું તેનો મકાન માલિક લીવરશિરોશીષની બીમારીથી પીડાય છે અને પથારીવશ છે.

પૈસા મેળવવા માટે તેના મિત્રને કહી મકાનમાં જુગાર રમવા દેતો હતો જેનું દરરોજનું ૨૦૦૦ રૂપિયા ભાડું લેતો હતો. પોલીસે તમામ ની ધરપકડ કરી ૫.૬૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

પીસીબીની ટીમને બાતમી મળી હતી કે કાંકરિયા જુના ઢોર બજાર પાસે આવેલા મ્યુનિસિપલ ઓફિસર ફ્‌લેટમાં ૧/૧૦ નંબરના મકાનમાં મકાન માલિક દિપક રાવલ અને આશિષ ઠક્કર જુગાર રમાડે છે.

જે માહિતીના આધારે ઁજીૈં ડી.ડી. ચૌધરી અને ટીમે મકાનમાં દરોડો પાડ્‌યો હતો. પોલીસે તીન પત્તીનો જુગાર રમતા ૧૫ શખ્સને રોકડ રૂ. ૧.૮૧ લાખ, ૧૫ મોબાઈલ, ૯ વાહનો સાથે ઝડપી લીધાં હતાં. પોલીસે આરોપી આશિષની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બહારથી ફોન કરી તે માણસોને જુગાર રમવા બોલાવતો હતો.

મકાનમાં જુગાર રમાડવા બદલ તેના મિત્ર દિપકને દરરોજના ૨૦૦૦ રૂપિયા ભાડું ચૂકવતો હતો. તેનો મિત્ર દિપક છેલ્લા ૬ માસથી બીમાર છે અને પથારીવશ છે. આરોપી દિપક પાસે આવક ન હોવાથી તેના મિત્રને જુગાર રમવા મકાનમાં જગ્યા ભાડે આપી અને ભાડું લેતો હતો. હાલ આરોપી દિપક પથારીવશ હોવાથી તેની ધરપકડ નથી કરવામાં આવી તેમ પોલીસે જણાવ્યું હતું.

Previous articleબે પોલીસ જવાને પોતાના ખર્ચે શરૂ કરી લાઇબ્રેરી, ૧૫૦ વિદ્યાર્થીઓ મેળવે છે ઇન્ટરનેટ સહિતની ફ્રી સુવિધાનો લાભ
Next articleપાટનગરમાં ૧૦૦ આખલાનો અડ્ડો છતાં તંત્ર પકડવામાં નિષ્ફળ