સાતમ-આઠમના તહેવારોમાં જ જુના સેક્ટરોમાં છેલ્લા ચારેક દિવસથી ધીમા ફોર્સ અને ડહોળા પાણીના કકળાટથી સેક્ટરવાસીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. આથી ભર ચોમાસમાં જ સ્માર્ટ સીટી ગાંધીનગરના સેક્ટરોમાં ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે. ગાંધીનગરનો વસતીની દષ્ટિએ વ્યાપ વધ્યો હોવા છતાં પાણીના ફિલ્ટરેશનની ક્ષમતામાં વધારો નહી કરતા પાંચ દિવસથી જુના સેક્ટરવાસીઓને ડહોળું પાણી પીવાની ફરજ પડી રહી છે.
ગાંધીનગરમાં છેલ્લા પાંચેક દિવસથી ડહોળું અને ધીમા ફોર્સથી પાણી પીવાની જુના સેક્ટરવાસીઓને ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે ભર ચોમાસામાં જ નગરવાસીઓને પાણી નહી મળતા અણઘડ વહિવટનો ચિતાર જોવા મળી રહ્યો છે. નવા અને જુના એમ બે સેક્ટરોમાં વિભાજીત નગરમાં પુરતા ફોર્સથી પાણી મળી રહે તે માટે બે ટાંકી બનાવી છે.
પરંતુ લોકોની માંગ મુજબ નર્મદાના પાણીના ફિલ્ટરેશનની કેપેસીટીમાં વધારો કરાયો નથી. આથી જુના સેક્ટરવાસીઓને છેલ્લા પાંચેક દિવસથી ડહોળું અને ધીમા ફોર્સથી પાણી મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા બે દિવસથી જુના સેક્ટરોમાં ટેન્કરથી પાણી અપાય છે. સાતમ-આઠમના તહેવારોમાં જ જુના સેક્ટરોમાં પાણીનો કકળાટ થતાં સેક્ટરવાસીઓમાં રોષ ઉઠ?વા પામ્યો છે.
છેલ્લા પાંચેક દિવસથી ધીમા ફોર્સથી પાણી આપવા અંગે પાટનગર યોજના વિભાગના પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર એમ.એચ. મહેતાને પુછતા જણાવ્યું છે કે ફિલ્ટર થયેલા પાણીની રોજની જરૂરીયાત ૨૭ એમએલડી સામે ૧૬ એમએલડી પાણી જ અને ધીમા ફોર્સથી આપતા હતા. પરંતુ તારીખ ૨૨મીથી પુરતો પાણીનો પુરવઠો મળવાથી ફોર્સથી પાણી મળશે.
લોકોને પાણી ઉકાળીને પીવા અપીલ સરદાર સરોવરમાં નવા પાણીની આવક સાથે માટી પણ આવતા ટર્બીડિટી વધી જવાથી તેને ફિલ્ટર કરીને પાણી અપાઇ રહ્યું છે. બે દિવસથી પાણીમાં ટર્બીડિટી પાંચ ગણી આવતા તેને વધુ ફિલ્ટર કરીને સપ્લાય કરવાનો હોવાથી જથ્થો ઓછો આપતા હતા. પાણીને ઉકાળીને પીવા પાણી ફિલ્ટરનેશનના ડેપ્યુટી એક્ઝીક્યુટીવ એન્જિનીયર કેતનભાઇ ચૌધરીએ જણાવ્યું છે.