ભાવનગર મહાપાલિકા આયોજીત સ્પોર્ટસ લીગમાં યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફિલ્ટર વિભાગનો ભવ્ય વિજય થયેલ. જેમાં કપ્તાન તરીકે વાહીદ ખોખરનો તમામ મેચોમાં શ્રેષ્ઠ દેખાવ રહેલ તેમજ વનરાજસિંહ ગોહિલને મેન ઓફ ધી સિરીઝ તથા બેસ્ટ બેટસમેનનો એવોર્ડ મળેલ. જ્યારે બેસ્ટ બોલર તરીકે ભુપેન્દ્ર પટેલને એવોર્ડ મળ્યો હતો. ફાઈનલ મેચમાં ફિલ્ટર વિભાગની ટીમે ૧ર ઓવરમાં ૧ર૦ રન બનાવ્યા હતા. તેના જવાબમાં હેલ્થ વિભાગની ટીમ માત્ર ૬૦ રન બનાવી ઓલ આઉટ થયેલ.