મારા પિતાની ધરપકડ કરવી એ ટેલીવીઝનના રિયાલિટી શોની જેમ છે : કાર્તિ ચિદમ્બરમ્‌

349

આઈએનએક્સ મીડિયા કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમની બુધવારે રાત્રે નાટ્યાત્મક રીતે સીબીઆઈની ટીમે તેમના જોરબાગ સ્થિત ઘરેથી ધરપકડ કરી હતી. આ અંગે તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે ગુરૂવારે જણાવ્યું કે, આર્ટિકલ ૩૭૦ પરથી ધ્યાન હટાવવા માટે તેમના પિતાની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇની કાર્યવાહી રાજકારણથી પ્રેરિત છે. કાર્તિએ વધુમાં જણાવ્યું હતું કે, મારા પિતાની ધરપકડ કરવી એ ટેલીવીઝનના રિયાલિટી શોની જેમ છે. આ કારણ વગરના નાટક છે. ઇમાનદારીથી તપાસ કરાઇ નથી. જે અધિકારી તપાસ કરી રહ્યા છે તેઓ પણ જાણે છે કે કોઇ કેસ જ નથી. પરંતુ કોઇની હિમ્મત નથી કે ફાઇલમાં લખી શકે કે કોઇ કેસ નથી.

કેટલાક લોકોને ખુશ કરવા માટે આ બધી કાર્યવાહી કરાઇ રહી છે. દુર્ભાગ્યવશ ભારતમાં તપાસ સમાપ્ત થવાની કોઇ મર્યાદા નથી. એ હંમેશા ચાલું રહે છે. કોઇને હેરાન કરવા માટે આ એક ઉત્તમ હથિયાર છે. મારા પિતા દરેક વખતે પૂછપરછ માટે તપાસ એજન્સી સમક્ષ હાજર રહ્યા છે.

Previous articleઅંકુશ રેખા નજીક ત્રાસવાદીઓ એકત્રિત થયા : હુમલાનો ખતરો
Next articleવ્યક્તિગત બદલાની ભાવનાની સાથે કાર્યવાહી કરાઈ : કોંગ્રેસ