બાબરકોટ ગામેથી ઈંગ્લીશ દારૂ-બિયર ભરેલી મેજીક ઝડપાઈ

1818
GUJ2722018-8.jpg

જાફરાબાદ પો.સ્ટે.ના પી.આઈ. આર.ટી. ચનુરા તથા પીએસઆઈ એસ.જી. ગોહિલ, સ્ટાફના બી.એમ. વાળા, પી.ડી. કલસરીયા, જે.બી. જાની, પો.કોન્સ. કનુભાઈ રાણાભાઈ, ગોવિંદભાઈ નારણભાઈ તથા મહિલા પો. કોન્સ. સમીમબેન ભીખુભાઈ એ રીતેના પ્રોહી અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન હેડ કોન્સ. પી.ડી. કલસરીયાનાએ બાતમી રાહે હકીકત મળેલ કે રાજુલા તરફથી એક સફેદ કલરનું મેજીક વાહન નં.જીજે૪ઝેડ પ૬૪૭માં ઈંગ્લીશ દારૂનો જથ્થો આવે છે. જેથી બાબરકોટ ત્રણ રસ્તાએ વોચમાં હતા દરમ્યાન રાજુલા તરફથી ઉપર્કોત નંબરવાળુ મેજીક વાહન આવતા જેને ઉભુ રખાવતા મેજીક ચાલક જયદિપભાઈ ખોડુભાઈ વરૂ રહે.ભચાદરવાળો હોય અને મેજીકમાં બે મહિલા બેસેલ હોય જે બનંને મહિલાઓ જેમાં મણીબેન શંકરભાઈ બાંભણીયા રહે.મુંબઈ તથા બાલીબેન શંકરભાઈ સોલંકી રહે.જાફરાબાદવાળાના કબ્જામાંથી કીંગફીશર બીયર નંગ-૪૮ કિ.રૂા.૪૮૦૦ તથા હેવર્ડ પ૦૦૦ બીયર નંગ-૧ર૦ કિ.રૂા.૧ર,૦૦૦ તથા દેશી દારૂ સંત્ર જીએમ ૭પ૦ મીલીની કંપની રીંગ પેક બોટલ નંગ ૪પ કિ.રૂા.૯૦૦૦ તથા દેશીદારૂ સંત્ર જીએમ ૧૮૦ મીલીના કંપની રીંગ પેક ચપટા નંગ-૩૦ કિ.રૂા.૧પ૦૦ તથા અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ-૩ કિ.રૂા.૩૦૦૦ તેમજ મેજીક વાહન કિ.રૂા.૧,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂા.૧,૩૦,૩૦૦નો પ્રોહી મુદ્દામાલ કબ્જે કરી મેજીક ચાલક તથા બન્ને મહિલા વિરૂધ્ધ પ્રોહી દ્વારા તળે ધોરણસર કાર્યવાહી કરેલ છે.

Previous articleમહાપાલિકાની ટુર્નામેન્ટમાં તમામ મેચમાં વાહીદ ખોખરનો શ્રેષ્ઠ દેખાવ
Next articleબંદર રોડ પર લાકડાના ગોડાઉનમાં વિકરાળ આગ