સોમનાથ મંદિરનાં ૧૫૦૦થી વધુ કળશોને સોનાથી મઢાશે

597

દેશનાં પ્રથમ જયોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિર પરના ૧૫૦૦થી વધુ કળશને હવે સુવર્ણ જડિત કરવામાં આવશે. મંદિરના વિવિધ ભાગો સોને મઢાયા બાદ હવે વધુ એક ભાગ સુવર્ણ જડીત બનશે. સોમનાથ મહાદેવ મંદિરનો હાલ સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. દાતાઓ તરફથી ૧૪૦ કિલો સોના સહિત રોકડનું દાન મળ્યું છે.સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી. કે. લહેરીએ જણાવ્યું હતું કે મંદિરના કળશને હવે સોનાથી મઢવાનું કામ બહુ ટુંક સમયમાં શરૂ થવાનું છે. એક વર્ષમાં તમામ કળશને સોનાથી મઢવાની કામગીરી પુર્ણ થાય તેવો અંદાજ છે. સોમનાથ મંદિરના ઘુમ્મટ પર ૧૫૦૦ કળશ છે. આ ૧૫૦૦ કળશને સોનેથી મઢવા માટેનાં આયોજનમાં આગામી દિવસોમાં દાતાઓ માટેનું આયોજન કરાશે. સોમનાથ મંદિર પરના ૧૫૦૦ જેટલા કળશને સુવર્ણ મઢીત કરવા માટે જે સોનાની જરૂર હતી. તેમાં સોનું અલગ અલગ દાતાઓ દ્વારા દાનમાં રોકડ રૂપે મળ્યું છે. દાતાઓએ ૨૧ હજારથી સવા લાખ રૂપિયા સુધી એક એક કળશને મઢવા માટે દાન આપ્યું છે. અત્યાર સુધીમાં સોમનાથ મંદિર પાસે અંદાજે ૧૪૦ કિલો સોનું દાનમાં આવ્યું છે. આ સોનાથી મંદિરના અલગ અલગ ભાગને સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે.

Previous articleદહિયાના પ્રકરણમાં ગુજરાત પોલીસ તપાસ નહીં કરી શકે
Next articleબાબાસાહેબની પ્રતિમા પરથી ચશ્માની ફ્રેમ કોઈ કાઢી ગયું