રાજુલા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થયા બાદ પેટા ચૂંટણીમાં ભાજપના ર સભ્યો ચૂંટાતા ભાજપ સ્પષ્ટ બહુમતી મળી હતી આજે કોંગ્રેસના કારોબારી ચેરમેન પર અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી ભાજપનો ભગવો લહેરાયો હતો.
જાણવા મળતી વિગત મુજબ રાજુલા તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે ભીખાભાઈ પિંજર હતાં. જેની સામે આજે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી. જેમાં કુલ ૯ સભ્યોમાં પાંચ ભાજપ અને ૪ કોંગ્રેસના સભ્યો હતાં. આજરોજ ટીડીઓના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ભાજપના પાંચ સભ્ય્ હાજર રહ્યા હતાં. કોંગ્રેસના કારોબારી ચેરમેન કે સભ્યો ફરકયા પણ ન હતા ત્યારે પાંચ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી. પરિસ્થિતિ જોતા ડીવાયએસપી ચૌધરી તેમજ પીઆઈ એપી ડોડીયા દ્વારા અડધો ડઝન પોલીસ કાફલો ગોઠવી દેવાયો હતો.