બરવાળાના કુંડળ પાસેથી ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો,મુખ્ય સુત્રધાર ફરાર 

698

બરવાળા તાલુકાના કુંડળ ગામ પાસે બરવાળા પોલીસ સ્ટેશનના ભુરાભાઈ ચાવડા, ધવલભાઈ કેવડીયા,કુલદીપસિંહ રાઠોડ સહીતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ સુમારે  ચોરાઉ મોટર સાયકલ સાથે બેલા ગામના એક ઇસમને દબોચી લીધો હતો જયારે એક ફરાર થઇ ગયો હતો.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામ પાસે તા.૨૧-૦૮-૨૦૧૯ ના રોજ સાંજના ૭ઃ૦૦ વાગ્યાના અરસામાં બરવાળા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ સુમારે કાળા કલરનું નંબર પ્લેટ વગરનું હીરો સ્પેલન્ડર મોટર સાયકલ પસાર થતા પોલીસને શંકા જતા બાઈક રોકી પૂછપરછ કરતા મોટરસાયકલના કાગળો તેમજ આધાર પુરાવા રજુ કરવા જણાવતા ચાલક પાસે કોઈ પુરાવા ન હોવાથી પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવતા દિનેશ ઉર્ફે ગુડ્ડો ગોબરભાઇ વાઝડીયા,રહે.બેલા તા.બરવાળા જી.બોટાદએ બાઈક ચોરીનું હોવાની કબુલાત આપતા પોલીસે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જયારે બાઈક ચોરીનો મુખ્ય આરોપી મેહુલ ઇશ્વરભાઇ માખણા રહે.બેલા,તા.બરવાળા ફરાર થઇ ગયો હતો.જયારે પોલીસે બાઈક ચોરીના મુખ્ય સુત્રધારને પકડવા ચક્રોગતિમાન કરી દીધા છે.

અત્રે ઉલ્લેખનીય વિગત અનુસાર આ હીરો સ્પેલન્ડર મોટર સાયકલ દિનેશ ઉર્ફે ગુડ્ડો ગોબરભાઇ વાઝડીયા,રહે.બેલા તા.બરવાળા તેમજ મેહુલ ઇશ્વરભાઇ માખણા રહે.બેલા,તા.બરવાળાએ ઝમરાળા ગામ ખાતેથી ચોર્યું હોવાની કબુલાત આપી હતી પોલીસ દ્વારા એકની અટકાયત કરી છે જયારે મુખ્ય સૂત્રધાર ફરાર થઇ ગયો હતો.

Previous articleરાજુલા તા.પં.માં ચેરમેન સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર
Next articleઢસા નદીમાં ખરાબો ઠાલવી બુરી નાખવાનું કોન્ટ્રાકટરોનું કારસ્તાન