દામનગર ખાતે આંગણવાડીમાં સુપોષણ સંવાદની ઉજવણી

554

દામનગર શહેરમાં આવેલ ધામેલ રોડ ઉપર આનંદનગર સોસાયટીમાં ઓગસ્ટ માસ ના પ્રથમ મંગળવારે આંગણવાડી ખાતે સૂપોષણ સંવાદ ની ઉજવણી કરી જેમાં સગર્ભા માતાનું  શ્રીમંત કરી ઉજવણી કરવામાં આવી. ત્યાર બાદ તારીખ ૧૫મી ઓગસ્ટ તથા રક્ષાબંધન ની ઉજવણી કરી તેમાં કેન્દ્ર નં-૧૦૨ ખાતે સૌ પ્રથમ વખત ૭૩ માં રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી કરતા નાના ભૂલકાઓ માં અદમ્યો ઉત્સાહ જોવા મળ્યો હતો. આંગણવાડી વર્કર રેખાબેન કે.બોરીચા દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. તારીખ ૨૦-૦૮-૨૦૧૯ ના રોજ આંગણવાડી માં  અનન પ્રારાંન જેમાં ૬ માસ થી ૯ માસ ના નાના બાળક ને પ્રથમ વખત આહાર ની શરૂઆત કરાવી તથા સાથે બાળદિન અને જન્મ દિવસ ની ઉજવણી કરી બાળકોને નવી નવી રમતો રમાડી તથા પ્રોત્સાહન રૂપે ભેટ આપી કાર્યક્રમ ની ઉજવણી કરી.

Previous articleઅંબિકા પ્રાથમિક શાળાના બાળકોએ પ્રદર્શન નિહાળ્યું
Next articleરાળગોન સ્કુલમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી