તળાજા તાલુકાના રાળગોન ગામની જ્ઞાનમંજરી સ્કુલ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી મટકીફોડ, રાસ, દેશભક્તિના ગીતો સાથે કરવામાં આવેલ. શાળાના બાળકો દ્વારા રાળગોન ગામની શેરીઓમાં શોભાયાત્રા કાઢવામાં આવી. શાળામાં અભ્યાસ કરતા બાળકો પરંમપરાગત પોશાકમાં તથા કે.જી. અને ધોરણ એકના બાળકો કાનુડા બનીને કૃષ્ણ જનમોત્સવનો આનંદ માણ્યો. હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી, જેવા નાદ સાથે ગામને ગોકુળિયું બનાવી ભારતીય સંસ્કૃતિની રીત મુજબ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.