સરકાર પર્યાવરણ બાબતે લોક જાગૃતિ લાવવા માટે આટલા ખર્ચા કરી અને મહોત્સવ જેવા સુંદર કાર્યક્રમોનું આયોજન કરે છે. અને અમારા રાજુલા વિસ્તારમાં અનેક સામાજિક સંસ્થાઓ તેમજ એનજીઓ સક્રિય રીતે કાર્યરત છે અને થોડા સમય પહેલાં જ યુવા ભાજપ દ્વારા ખુબ જ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ કર્યો હતો. પરંતુ રાજુલા રેન્જ ઓફિસ તરફથી જરા પણ સહકાર મળેલો ન હતો. ત્યારે રાજુલા શહેરમાં યોજાયેલ વન મહોત્સવમાં પ્રથમ તો શહેરનું આસ્થાનું પ્રતિક અને લોકપ્રિય સંસ્થા પુંજાબાપુ ગૌશાળાનો નામે કાર્યક્રમનું સ્થળ નક્કી કરી બીજી કોઈ જગ્યાએ કાર્યક્રમ કરવામાં આવ્યો. એ બધું પણ બરાબર માની લઈએ પરંતુ રાજુલા શહેર અને તાલુકા લેવલએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે ત્યારે અહીંના જવાબદાર અધિકારીઓ કે જે આઈ એમ સમથીંગ સમજતા હોય અને તેમ એક વ્યક્તિ જ સર્વે સર્વા હોય તેમ મહેમાન પદે બેચાંડી અને કાર્યક્રમ કરવામાં આવે છે. અને વધુમાં અમો બીજા જિલ્લાના વન મહોત્સવના કાર્યક્રમો શોસિયલ મીડિયાના માધ્યમથી જોયા હતા ખુબ સુંદર આયોજન કરેલા હતાં. પરંતુ છેલ્લા કાર્યક્રમમાં રાજુલા શહેર અને તાલુકાના સામાન્ય્ નાગરિકોની હાજરી હતી..? કોઈ આગેવાનની હાજરી હતી ? કોઈ એનજીઓ કે સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓ હતાં ? ચેમ્બર ઓફ કોમર્સ, રૂદ્રગણ, લાયન્સ કલબ જેવી સંસ્થામાંથી કોઈ હતું ? ભાજપ સરકારના સ્થાનિક પ્રતિનિધિમાં કોઈપણને આમંત્રણ હતું? હાજરી હતી તો માત્ર કોંગ્રેસ પરિવારના સદસ્યો….એ પણ ગણ્યા ગાંઠયા… અને કેમ વિદ્યાર્થીઓને સ્કુલમાંથી બોલાવવામાં આવ્યાં. આ રીતે જ કાર્યક્રમ કરવાનો હોય તો સ્કુલ મહોત્સવ નામ આપ આપી શકતા હતાં. જો આ જ રીતે સરકારના લોક જાગૃતિ માટેના કાર્ય્ક્રમ જાહેર નહીં પણ સ્કુલમાં પણ આપ રાખી શકતા હતાં.. અને સરકાર આ બધા ખર્ચા પર્યાવરણ અને એની જાળવણી અને જાગૃતિ માટે કરે છે નહીં કે વ્યક્તિતગત સંબંધો નિભાવવા.
સરકાર દ્વારા આવા સુંદર અને પર્યાવરણ જાગૃતિ માટે લોકો વચ્ચે કરવાના કાર્ય્ આપ બંધ બારણે ના કરી અને લોકોની વચ્ચે લોકોને સાથે રાખી કરો તેવી રજુઆત ભાજપના યુવા આગેવાન વનરાજભાઈ વરૂએ કરી હતી.
તાલુકા કક્ષાના કાર્યક્રમ સરાહનીય
રાજુલા વનવિભાગ દ્વારા તાલુકા કક્ષાના કાર્યક્રમો મામલતદાર ચૌહાણ હાજરી હોય શહેરની નામાંકિત સંસ્થાના ટ્રસ્ટી બીપીનભાઈ લહેરી, ઉચૈયા સરપંચ પ્રતાપભાઈ બેપારીયા, મનુભાઈ ધાખડા, તેમજ આર.એફ.ઓ. રાજલબેન પાઠક રાજયગુરૂ તેમજ એ.જે.સંઘવી હાઈસ્કુલના શિક્ષકો પંપાણીયા દ્વારા વૃક્ષારોપણ, વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ સહિત કાર્યક્રમો પ્રશંસાને પાત્ર છે પણ જે સ્થાનિક અધિકારીઓની વાલ નીતિ રીતીથી શહેરના આગેવાનોમાં અતિ રોષ ફેલાયો છે.