રાણપુરના ઈતિહાસમાં ન મળ્યા હોય તેવા સરપંચ રાણપુર ને મળ્યા હતા.જે વહીવટીક્ષેત્રે તમામ બાબતે નિષ્ફળ ગયા હોવાનું જાણવા મળેલ જેમ કે લોકોના પ્રાણપ્રશ્ન પાણી પ્રશ્ને ઉનાળામાં નીર સુકાતા અધિકારીઓની ખાત્રી હતી કે ૮ જુને પાણી કેનાલમાં છોડાશે ત્યારબાદ સુખભાદર ડેમ ભરી પાણી આપવામાં આવશે તો પણ ઉપવાસ પર ઉતર્યા ધોરી નસ જેવા બસ સ્ટેન્ડના રોડના ઠેકાણા નથી અને સરપંચ રેલ્વે સ્ટેશનમાં કનેક્ટીવીટી નથી ની ફરીયાદ કરતા હતા.રાણપુરના ઈતિહાસમાં ભર ચોમાસે ૬ દિવસે પાણી વિતરણ થાય છે.છતા કોઈ સ્ટાફ પર પકડ કે વર્ચસ્વ નહી ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો ઉપર વર્ચસ્વ નહી જેની લાઠી એની ભેશ જ્યારે રાણપુર ગ્રામ પંચાયત પાસે એક પણ પેટ્રોલ નું વાહન ન હોવા છતા પોતાના ભાઇની દુકાનેથી ગેરકાયદેસર વેચાણ કરાતા પેટ્રોલ ડીઝલ ના આશરે ૧,૫૦,૦૦૦ ના બીલ મુકેલ તેની રજુઆત રાણપુર ગ્રામ પંચાયતના જાગૃત સભ્યોએ ડી.ડી.ઓ.બોટાદ ને ઉચાપતની કરતા તા-૨૩-૮-૨૦૧૯ ના રોજ મુદ્દત પહેલા સરપંચે માંદગીનું કારણ આગળ ધરી રાજીનામુ આપી દીધેલ છે.