શહેરમાં શ્રાવણીયો જુગાર રમતા ૨૩ ઝડપાયા

706

ભાવનગર શહેર અને જિલ્લામાં શ્રાવણીયા જુગાર પર ત્રાટકવા એસ.પી. દ્વારા અપાયેલી સુચનાનાં પગલે શહેરમાં અલગ અલગ પાંચ સ્થળોએ દરોડા પાડીને પોલીસે જુગાર રમતા ૨૩ શખઅસોને ૬૩ હજારની રોકડ સહિત મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો.

ભરતનગર પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના લિલા સર્કલ નજીક શિવરંજની ફલેટ પાસે ચાલતા જુગારમાં દરોડા પાડતા જાહેર જુગાર રમતા ભદ્રેશ વિજયભાઈ રામાણી ઉ.વ.૨૨, અભિજીતસિંહ સતિશભાઈ બારોટ (ઉ.વ.૩૪) ,  પૃથ્વીરાજયસિંહ ભિખુભા જાડેજા ઉ.વ.૪૮ સહિત ત્રણ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂા.૧૦૨૬૦ સાથે ઝડપી લઈ જુગાર ધારા કલમ હેઠળ ભરતનગર પો.સ્ટે.માં ગુનો નોંધાયો જ્યારે તરસમીયા ખારસી વિસ્તારમાં શિવનગર ખાતે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા વિનોદ ળા, કિશોર શાંતીભાઈ વાળા, તથા અમિત નાનજીભાઈ ગોહિલને રૂા.૧૪૧૨૦ની રોકડ સહિત મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત ભરતનગર મેમણ કોલોની સામે મઢુલી પાસે જાહેરમાં જુગાર રમતા બાબુલાલ મણીશંકર મહેતા, ચેતન મહેશભાઈ જોશી, નરેશ મહેશભાઈ જોશી, હિતેશ ઘનશ્યામભાઈ મહેતા, અજય ઘનશ્યામભાઈ મહેતા, પંકજ મહેશભાઈ જોશી, તથા પિન્ટુ બુધાભાઈ વાજા સહિતને મોડી રાત્રીના તીનપત્તીનો જુગાર રમતા રૂા.૧૦૪૭૦ની રોકડ સહિતની મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ.

જ્યારે બોરતળાવ પોલીસે ચિત્રા મસ્તરામબાપાનાં મંદિર પાસે દરોડો પાડી રમેશ ગીધાભાઈ મકવાણા, રમેશ કેશુભાઈ મકવાણા, રાજુભાઈ રામજીભાઈ પરમાર, ધીરૂભાઈ દુલાભાઈ મકવાણાની રૂા.૬૦૪૦ની રોકડ સાથે ધરપકડ કરેલ ઉપરાંત માઢીયારોડ પાળા પાસે પમ્પીંગ સ્ટેશને ચાલતા જુગારની પૂર્વ બાતમીનાં આધારે દરોડો પાડીને સુરેશ ઉર્ફે ઘનશ્યામ નથુભાઈ ઉર્ફે કાળુભાઈ રાઠોડ, નરેશ ભૂપતભાઈ રાઠોડ, તથા વરલી મટકા રમાડતા અબુબકર બીન મહંમદ શેખને કુ.વાડા નારીરોડ પરથી તેમજ બાલાશ્રમ શોપીંગ સેન્ટરમાંથી ભૂપતભાઈ મનસુખભાઈ પરમારની ધરપકડ કરી હતી.

Previous articleઅંતે બહુ ગવાયેલ રાણપુર ગ્રામ પંચાયતના સરપંચનું રાજીનામુ
Next articleહેતસ્વી સોમાણી ભાવનગર યોગા ચેમ્પયિનશીપમાં પ્રથમ નંબરે છવાઈ