ST બસમાં ઈંગ્લીશ દારૂની ખેપ મારતો ખેપીયો ઝડપાયો

701
bvn2722018-13.jpg

તળાજા ડેપોની એસ.ટી. બસમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સને પોલીસે અધવચ્ચેથી આંતરી ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  છોટા ઉદેપુર જિલ્લાના ખડગવાડા ગામનો વતની અને છેલ્લા કેટલાક સમયથી ભાવનગરના અલંગમાં કામ કરતો મુકામ રતિસિંગ રાઠવા ઉ.વ.૪૦ આજરોજ તળાજા-દાહોદ રૂટની એસ.ટી. બસ નં.જીજે૧૮ ઝેડ રરપ૯માં દાહોદથી તળાજા જતી બસમાં મુસાફરી કરી રહ્યો હતો. આ બસ શહેરના નારી ચોકડી પાસે પહોંચતા ભાવનગર એસ.ટી. ડીવીઝનની ચેકીંગ સ્કવોર્ડ બસમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. આ બસ ગઢેચી વડલા સર્કલ પાસે ધીમી પડતા આદિવાસી શખ્સે બારીમાંથી કુદવાની કોશીષ કરતા ચેકીંગ સ્કવોર્ડએ શખ્સને ઝડપી લઈ તપાસ કરતા આ શખ્સના કબ્જા તળેથી પરપ્રાંતિય બનાવટની ઈંગ્લીશ શરાબની ર૪ બોટલ કિ.રૂા.૭ર૦૦ મળી આવતા ચેકીંગ સ્કવોર્ડ સ્ટાફે બસને ડી ડીવીઝન પોલીસ મથકે થોભાવી દારૂના જથ્થા સાથે ઝડપાયેલ શખ્સને પોલીસને સોંપી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleસિહોરથી ઈંગ્લીશ દારૂની ૧૬૧૬ પેટી સાથે ઝડપાયેલ શખ્સ ચાર દિવસના રીમાન્ડ ઉપર
Next articleભાવનગરથી ચોટીલા પદયાત્રા રવાના…