મહિલા તબીબના મકાનમાં થયેલ હત્યા, લૂંટના ગુનાના ફરાર બે આરોપી ઝડપાયા

1190

ભાવનગર રેન્જ આઈજીપી અશોકકુમાર યાદવની સુચના હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા ઈન્ચાર્જ એસ.પી. ડી.ડી.ચૌધરી ના.પો.અધિ સીટીના પો.અધિ એમ.એચ. ઠાકરની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. એસ.એન.બારોટ, પો.સબ.ઈન્સ. એન.જી.જાડેજા તથા એલસીબી સ્ટાફના માણસોને ભાવનગર જીલ્લાના બનેલ લૂંટ/ખુનના ગુન્હામાં પકડવાના બાકી રહેતા ઈસમોને પકડી પાડવા માટે એક ખાસ ટીમ બનાવેલ.  જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર એલસીબી સ્ટાફના વનજરાભાઈ ખુમાણ, રાજેન્દ્રસિંહ સરવૈયા, ચિંતનભાઈ મકવાણા, જયદિપસિંહ ગોહિલ, દિલીપભાઈ ખાચર, મનદિપસિંહ ગોહિલ, ચિંતનભાઈ રાવળ તથા ટીમના ઈન્ચાર્જ સી.એચ.મકવાણા પોસઈ ઘોઘારોડ પોલીસ સ્ટેશન સાથેની એક ટીમ બનાવી અને તે ટીમને ડો. માલતીબેનના રહેણાંક મકાનમાં  ગઈ તા. રર-૧૧-ર૦૧૮ના રોજ કુલ રૂા. ૬પ,પ૧,૦૦૦/-ની લૂંટ કરી અને વિનોદભાઈ ગોરધનભાઈનું મોત નિપજાવી તેબ ાબતે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ, તે ગુન્હાના બાકી રહેતા આરોપીઓ મુન્નો ઉર્ફે મુકેશ દાના મેર તથા સુરેશ ઉર્ફે અજય જીવરાજ મકવાણા રહે. ભાવનગર વાળાને પકડી પાડવા સુચનાઓ કરવામાં આવેલ.

જે સુચના આધારે એલસીબીના ચિંતનભાઈ મકવાણા, જયદિપસિહ ગોહિલ તથા દિલીપભાઈ ખાચરને સંયુકત બાતમીરાહે હક્કિત મળેલ કે ઉપરોકત આરોપીઓ સુરત, ગોધર, દાહોદ જિલ્લામાં હોવાની હકિકત મળેતા જે હક્કિત આધારે ઉપરોકત ટીમ રવાના કરવામાં આવેલ અને આરોપીઓની તપાસ સુરત, ગોધરામાં કરતા મળી આવેલ નહીં અને આરોપીઓ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાલાખૂંટ ગામમાં હોવાની હકિકત મળેલ જે હક્કિત આધારે ટીમ સ્થળ ઉપર જઈ તપાસ કરતા મજકુર બન્ને આરોપીઓ મુન્નાભાઈ ઉર્ફે મુકેશભાઈ દાનાભાઈ મેર રહે. ગજાભાઈની વાવડી તા. સિહોર, સુરેશ ઉર્ફે અજય જીવરાજભાઈ મકવાણા રહે. નેસડા ગામવાળા મળી આવતા જેઓને પકડી લઈ ભાવનગર લાવી સઘન પુછપરછ કરતા ગુન્હો કર્યાની કબુલાત કરતા મજકુર બંને આરોપીઓને આજરોજ ભાવનગર શહેર નિલમબાગ પોલીસ સ્ટેશનના ગુન્હામાં ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે.  આરોપીઓની પુછપરછ કરતા સને -ર૦૧પણની સાલમાં બન્ને આરોપીઓ ઉમરાળા પોલીસ સ્ટેશનની હદમાં લૂંટ કરેલ અને પકડાય ગયેલ અજય જીવરાજભાઈ મકવાણાએ આ ગ ુન્હો કર્યા પછી રાજકોટ જિલ્લાના લોધીકા ગામે એક લૂંટનો ગુન્હો કરેલાની કબુલાત આપેલ છે.

Previous articleભાવનગરમાં આજથી જન્માષ્ટમી લોકમેળાનો રંગારંગ પ્રારંભ થશે
Next articleશીતળા માતાના મંદિરે પરંપરાગત સાતમનો લોક મેળો ભરાયો