ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધામાં મધૂર સ્વપ્ન સમાનનો પ્રવેશ કરેલ ભારતનો ટેનિસ ખેલાડી સુમિત નાગલનો આગામી યુ. એસ. ઓપન સ્પર્ધામાં બધા સમયના એક મહાન ખેલાડી તરીકે રહેતા રોજર ફેડરર જોડે પહેલા રાઉન્ડની મેચમાં અહીં આર્થર એશ એરેના ખાતે સોમવારે મુકાબલો થશે.
નાગલે શુક્રવારે ક્વોલિફાઈંગ સ્પર્ધાના આખરી રાઉન્ડમાં બ્રાઝિલના જોઓ મેનેઝીસને હરાવી મુખ્ય સ્પર્ધામાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાં તે વીસ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધાના તાજ જીતી ચૂકેલ વિશ્ર્વવિખ્યાત સુપરસ્ટાર ફેડરર સામે રમનાર છે.
નાગલ માટે ફેડરર ‘ગૉડ ઑફ ટેનિસ’ છે અને તેની જ સામે રમવાનો અવસર તેને મળી રહ્યો છે. નાગલે ક્વોલિફાઈંગ સ્પર્ધાના આખરી રાઉન્ડની મેચમાં પહેલો સેટ હારી જવા પછી ૫-૭, ૬-૪, ૬-૩થી છેવટે બે કલાક અને ૨૭ મિનિટની રમતમાં વિજય નોંધાવ્યો હતો.
નાગલ ૨૦૧૫માં જુનિયર ગ્રાન્ડ સ્લેમનું વિજેતાપદ જીતનાર પણ ભારતનો છઠ્ઠો ખેલાડી બન્યો હતો. પ્રજ્ઞેશ પણ યુ. એસ. ઓપનમાં ભાગ લઈ રહ્યો હોવાથી ભારતના ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધાના મુખ્ય કાર્યક્રમમાં હવે બે ખેલાડી ૧૯૯૮ બાદ પહેલી વાર ભાગ લેશે. છેલ્લી વેળા મહાન ટેનિસવીરો લિયેન્ડર પેસ અને મહેશ ભૂપતિ વિમ્બલ્ડનમાં રમ્યા હતા.