નાસીને લગ્ન કર્યા બાદ પરિણીતા પર ત્રાસ ગુજારતા પરિવાર વિરુદ્ધ ફરિયાદ

419

મેડમ દોઢ વર્ષથી સાસરિયાઓ ગોંધીને મારી રહ્યા છે. તક મળતા જ ભાગીને પિયર જવા નીકળી હતી પણ ભાડાના પૈસા ન હોવાથી પોલીસે ૧૮૧ની મદદથી તમારી પાસે મોકલ્યા છે. રિક્ષાવાળાને પણ ભાડા પેટે નાકની સોનાની જળ આપવી પડી હતી. કંઈક કરો નહીંતર મારે દોઢ વર્ષના બાળક સાથે આપઘાત કરી લેવો પડશે. સુરત સિવિલ હોસ્પિટલના સખી વન સ્ટોપ સેન્ટરમાં આવેલી ઇન્દોરની મુસ્લિમ પરિણીતાની વ્યથા સાંભળી કર્મચારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. સુરતના બેંક કર્મચારી સાથે સગાઈ તોડી નાખ્યા બાદ પણ યુવતીએ પરિવારને અંધારામાં રાખી ફિયાન્સ સાથે ટેલીફોનિક વાતચીતના સંબંધો રાખ્યા હતા. ત્યારબાદ માતા-પિતા અને પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ મહિનામાં જ પતિ અને સાસરિયાઓએ નવવધૂ પરિણીતા સાથે મારઝૂડ શરૂ કરી દીધી હોવાનું યુવતીએ જણાવ્યું છે. હાલ પીડિત દીકરીને ન્યાય અપાવવા પરિવારે ઇન્દોરના છત્રપતિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાનું જણાવ્યું છે.

વધુમાં જણાવ્યું હતું કે, ૨-૩ મહિના તો તેમનો સંસાર હસી ખુશીથી ચાલ્યો હતો. ત્યારબાદ નણંદ, સાસુ અને પતિ પણ નાની નાની વાતોમાં ઠપકો આપતા હતા. તું દહેજમાં શું લાવી કહીં ઘરના બધા જ કામ કરાવતા હતા. જોકે, એક દિવસ પોતે સગર્ભા હોવાનું કહેતા જ આખું પરિવાર ગર્ભપાત કરાવી નાખવા દબાણ કરતું થઈ ગયું હતું. ત્યારબાદ વાત મારઝૂડ પર આવી ગઈ હતી. વાત વાતમાં મારતા અને મન થાય એટલે રૂમમાં ગોંધી દેતા હતા. આવા સંજોગોમાં ૯ મહિનાનો ગર્ભ હોવા છતાં સાસરિયાઓ મારતા તેમણે સીઝર કરાવવાની નોબત આવી પડી હતી. એક પુત્રની માતા બન્યા બાદ પણ તે ખુલ્લો શ્વાસ લઈ શકતા ન હતા.

અજાણ રસ્તા અને ખાલી હાથે એક રિક્ષામાં બેસી જેમ તેમ ઉધના રેલવે સ્ટેશન પહોંચી હતી. રીક્ષા ભાડાના પૈસા ન હોવાથી રીક્ષા ચાલકને રૂપિયા ૧૫૦૦ની કિંમતની નાકની જળ આપી દેવી પડી હતી. ત્યારબાદ રેલવે સ્ટેશન પર એક પોલીસ ભાઈ મળી ગયા એમણે તમામ વાતો સાંભળી ૧૮૧ પર ફોન કરી મહિલા પીડિત સંસ્થાઓ માટે કામ કરતી બહેનોને બોલાવી હતી. પરિવારે ઇન્દોરના છત્રપતિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Previous articleદેશના વિવિધ ભાગોમાં હજુ પુરતાંડવ : પરિસ્થિતી કફોડી
Next articleમિત્રો સાથે ફરવા ગયેલા કપડાના વેપારીનું શંકાસ્પદ મોત થતા ચકચાર