પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની એસપીજી સુરક્ષા પાછી ખેંચાઇ છે

382

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની એસપીજી સુરક્ષાને દુર કરવામાં આવી છે. હવે તેમને માત્ર ઝેડ પ્લસની સુરક્ષા આપવામાં આવનાર છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે સુરક્ષાને લઇને કરવામાં આવેલો નિર્ણય પૂર્ણ રીતે પ્રોફેશનલ આધાર પર કરવામાં આવ્યો છે. મંત્રાલયના અધિકારીઓનુ કહેવુ છે કે નિર્ધારિત સમય બાદ સુરક્ષા વ્યવસ્થાની ફરી સમીક્ષા કરવામાં આવનાર છે. આ સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે છે. આના હેઠળ જ સુરક્ષા વધારી દેવા અથવા તો ઘટાડી દેવા માટે નિર્ણય કરવામાં આવે છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે મનમોહનસિંહને ઝેડ પ્લસ સુરક્ષા મળતી રહેશે. વર્તમાન સુરક્ષા કવર રિવ્યુ નક્કી કરવામાં આવેલા સમયમાં થનાર નિયમિત વ્યવસ્થાના ભાગરૂપે છે. સુરક્ષા સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા રિવ્યુ અને ખતરાને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવનાર છે. પૂર્વ વડાપ્રધાન સિંહને ઝેડ સિક્યુરિટી મળતી રહેશે. એસપીજી સુરક્ષા હવે માત્ર ચાર લોકોની પાસે છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા વાઢેરાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ખતરાની શંકાને ધ્યાનમાં લઇને વડાપ્રધાનના પરિવારના સભ્યોને પણ એસપીજી સુરક્ષા આપવાની જોગવાઇ રહેલી છે. આશરે બે દશક પહેલા પણ મનમોહનસિંહની સુરક્ષા દુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એચડી દેવગૌડા અને વીપી સિંહની એસપીજી સુરક્ષા પણ પદથી દુર થયા બાદ દુર કરી દેવામાં આવી હતી. પૂર્વ વડાપ્રધાન વાજપેયી પોતાના જીવનના છેલ્લા તબક્કામાં બિમારીના કારણે જાહેર જીવનથી દુર રહ્યા હતા.

તેમને મૃત્યુ સુધી એસપીજી સુરક્ષા મળતી રહી હતી. વર્ષ ૨૦૧૪માં મનમોહનસિંહ પદ પરથી દુર થયા બાદ તેમની પુત્રીની એસપીજીની સુરક્ષા દુર કરી દેવામાં આવી હતી.ઝેડ પ્લસ સુરક્ષા તો અકબંધ રહેનાર છે.

Previous articleકાશ્મીર દ્વિપક્ષીય મામલો છે જેથી કોઇપણ તકલીફ ન કરે
Next articleસ્પોટ માર્કેટમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૦૦૦૦