શેરબજારમાં તેજી : ૭૯૩ પોઇન્ટનો વિક્રમી ઉછાળો

395

નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બેંકિંગ, ઓટો મોબાઇલ અને એનબીએફસી સેક્ટર માટે મંદીને દૂર કરવા માટે શ્રેણીબદ્ધ પગલાની જાહેરાત કરવામાં આવ્યા બાદ તથા એફપીઆઈ ઉપર વધારવામાં આવેલા સરચાર્જને પરત લેવાના નિર્ણય બાદ ધારણા પ્રમાણે જ આજે શેરબજારમાં જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. શેરબજારમાં બમ્પર તેજીના પરિણામ સ્વરુપે કારોબારમાં તેજી જામી હતી. શેરબજારમાં આજે તેજી માટે વૈશ્વિક પરિબળો પણ જવાબદાર રહ્યા હતા. શેરબજારમાં બુસ્ટર ડોઝની અસર આજે જોવા મળી હતી. ચીનની સાથે વેપાર મંત્રણા પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી પણ બજારમાં તેજી જોવા મળી રહી છે. ક્રૂડની કિંમતોમાં ઘટાડાથી પણ મૂડીરોકાણકારોની ધારણા મજબૂત બની છે. બીએસઈમાં ૩૦ કંપનીઓના શેર પર આધારિત સેંસેક્સ ૭૯૩ પોઇન્ટ ઉછળીને ૩૭૪૯૪ની સપાટી ઉપર આજે બંધ રહ્યો હતો. બુસ્ટર ડોઝની અસર વચ્ચે સેંસેક્સ એક વખતે ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ૮૪૩ પોઇન્ટ સુધી ઉછળ્યો હતો પરંતુ ત્યારબાદ તેમાં આંશિક ઘટાડો રહ્યો હતો અને કારોબારના અંતે સેંસેક્સ ૨.૧૬ ટકા સુધી ઉછળીને બંધ રહ્યો હતો. એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસી, લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં સૌથી મોટો ઉછાળો રહ્યો હતો. આવી જ રીતે એચડીએફસી, યશ બેંક, બજાર ફાઈનાન્સ, ૈંઝ્રૈંઝ્રૈં બેંકના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. વેદાંતા, સનફાર્મા, હિરો મોટોના શેરમાં કારોબાર દરમિયાન સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. આવી જ રીતે બ્રોડર નિફ્ટી ૫૦માં ૨૪૧ પોઇન્ટનો ઉછાળો ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન નોંધાયો હતો. ત્રણ કારોબારી સેશન બાદ નિફ્ટીએ ૧૧ હજારની સપાટી હાંસલ કરી લીધી હતી. જો કે, નિફ્ટી કારોબારના અંતે ૨૨૯ પોઇન્ટ ઉછળીને ૧૧૦૫૮ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં આજે તેજી માટે વિવિધ પરિબળોની અસર જોવા મળી હતી. બીએસઈમાં ૩૦ કંપનીઓના શેર પર આધારિત સેંસેક્સ રેકોર્ડ ઉછાળા સાથે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી પણ રેકોર્ડ ઉછાળા સાથે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન સેંસેક્સ ૩૭૫૪૪ની ઉંચી અને ૩૬૪૯૨ની નીચી સપાટીએ રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી ૧૧૦૭૦ની ઉંચી અને ૧૦૭૫૬ની નીચી સપાટીએ રહ્યો હતો. બીએસઈમાં ૩૦ શેર પૈકી ૨૨ કંપનીઓના શેરમાં તેજી અને આઠ કંપનીઓના શેરમાં મંદી રહી હતી. આવી જરીતે એનએસઈમાં ૩૭ કંપનીઓના શેરમાં લેવાલી અને ૧૩ કંપનીઓના શેરમાં વેચવાલી રહી હતી.

એશિયન શેરબજારમાં પણ આજે ઉથલપાથલ રહી હતી પરંતુ તેની અસર શેરબજાર ઉપર થઇ ન હતી. શેરબજારમાં આજે જોરદાર લેવાલી જામી હતી. શેરબજારમાં ઉલ્લેખનીય ઉછાળો રહેવા માટે પાંચ કારણો મુખ્યરીતે જવાબદાર રહ્યા હતા. હાલમાં જ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા વિવિધ પગલાની જાહેરાત કરવામાં આવી હતી. સીતારામને શુક્રવારના દિવસે મોડી રાત્રે અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા સરચાર્જ લાગૂ કરવામાં આવ્યા બાદ એફપીઆઈ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હતી. ક્રૂડની કિંમતમાં આજે ઘટાડો રહ્યો હતો. હાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એફપીઆઈ અને સ્થાનિક રોકાણકારો માટે બુસ્ટરની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરુપે આજે ધારણા પ્રમાણે જ તેજી રહી હતી. પીએસયુ બેંક માટે ૭૦૦૦૦ કરોડ રૂપિયાની જાહેરાત નાણામંત્રી દ્વારા કરવામાં આવી ચુકી છે જેના લીધે કેશફ્લોમાં વધારો થશે. સાથે સાથે તમામ પ્રકારની લોન સસ્તી થશે. રિયલ એસ્ટેટ ડેવલપર્સના શેરમાં પણ તેજી રહી શકે છે. કારણ કે નાણામંત્રીએ આગામી સપ્તાહમાં આવાસની ખરીદી કરનાર લોકોની ચિંતાને દૂર કરવા વધુ પગલા જાહેર કરી શકે છે. આગામી થોડાક દિવસોમાં વધુ પગલાની જાહેરાત થનાર છે.  ડિપોઝિટરી ડેટાના કહેવા મુજબ વિદેશી મૂડીરોકાણકારો દ્વારા ઇક્વિટીમાંથી ૧૨૧૦૫.૩૩ કરોડ રૂપિયાની નેટ રકમ પાછી ખેંચી લીધી છે પરંતુ પહેલી ઓગસ્ટથી ૨૩મી ઓગસ્ટ વચ્ચેના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૯૦૯૦.૬૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ મૂડી માર્કેટ જેમાં ઇક્વિટી અને ડેબ્ટ બંનેનો સમાવેશ થાય છે તેમાંથી ૩૦૧૪.૭૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકારી બેંકોમાં ૭૦૦૦૦ કરોડ રૂપિયાની મૂડી ઠાલવવાની વાત કરવામાં આવી ચુકી છે. ઓટો મોબાઇલ ક્ષેત્રમાં વાહનોના ભારે રજિસ્ટ્રેશન ચાર્જના નિર્ણયને પણ ટાળી દેવામાં આવ્યો છે. આ તમામ પ્રકારના નિર્ણયની અસર જોવા મળી રહી છે. આજે કારોબાર દરમિયાન યશ બેંકના શેરમાં સૌથી વધુ ૬.૩૩ ટકા, એચડીએફસીમાં ૫.૨૪ ટકા, બજાજ ફાઈનાન્સમાં ૪.૬૬ ટકા, એચડીએફસી બેંકમાં ૪.૨૯ ટકાનો ઉછાળો રહ્યો હતો. એનએસઈમાં અદાણી પોર્ટના શેરમાં ૫.૮૧ ટકા, એચડીએફસીમાં ૫.૨૦ ટકાનો ઉછાળો રહ્યો હતો.

Previous articleસ્પોટ માર્કેટમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૦૦૦૦
Next articleગુજરાત : વરસાદી માહોલ હજુય અકબંધ, ક્વાંટમાં ૩ ઇંચ વરસાદ