મોદીને આરબ અમીરાતનો  “શેખ મેડલ”

499

મોદીજી શુક્રવારે પેરિસથી રવાના થઈને આરબ અમીરાતના અબુધાબીમા ઉતયૉ. ત્યાં શનિવારના રોજ તેમને શેખ જાયદ સન્માન આપવામાં આવ્યું આ વાત ભારત-પાકિસ્તાનના સંબંધો, કાશ્મીરની સાંપ્રત સ્થિતિની ઈદૅગીદૅ ખૂબ મહત્વની છે. નરેન્દ્ર મોદીને આ સન્માન આપવાની જાહેરાત તો એપ્રિલમાં કરી દેવામાં આવેલી પરંતુ તેનો કાર્યક્રમ ૨૪ ઓગસ્ટના રોજ અબુધાબીમાં નિયત કરવામાં આવેલો. યુ.એ.ઈ ના સ્થાપક શેખ ઝાયદ સુલતાન અલ નૈયાની જન્મ શતાબ્દી ચાલી રહી છે. તે નિમિત્તે આ નાગરિક સન્માન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જીને આપવાનો નિર્ણય થયો. અગાઉ રશિયાના બ્લાદિમીર પુતીન,બ્રિટિશના ક્વિન એલિઝાબેથ-૨, ચીનના જિન પિંગને આવું બહૂમાન અપાયું છે્‌. યુ.એ.ઇ.ના વડા ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયેદએ મોદીના ગળામાં શેખ ઝાયદ બિન સુલતાનના પ્રોટ્રેટવાળા મેડલોનો હાર મોદીને પહેરાવીને આ નાગરિક સન્માન પ્રદાન કરવામાં આવ્યું. સન્માનનો પાયો બંને દેશ વચ્ચેના આર્થિક, વ્યાપારી સંબંધોને કારણભૂત ગણવા રહ્યા.સને ૨૦૧૪ માં સત્તાનાં સૂત્રો હાથમાં લીધા પછી મોદીજીએ ત્રણ વખત આ દેશની મુલાકાત લીધી છે.ક્રાઉન પ્રિન્સને સને ૨૦૧૭ માં આપણાં પ્રજાસત્તાક દિનના મુખ્ય અતિથિ તરીકે નિમંત્રિત કરવામાં આવેલાં. તેથી તેમની વચ્ચેના સંબંધો ઉષ્માસભર બન્યાં હતાં. વળી ભારત દુનિયાના ત્રીજા નંબરનો ક્રુડ ઓઇલનું ખરીદદાર દેશ છે. રૂપિયા ૬૦૦૦ કરોડનો ક્રૂડ ઓઇલ નો ધંધો કરાવે છે એટલું જ નહીં માનવબળની પૂ્‌તૅતામા પોષક બની ચિક્કાર મદદ કરે છે. તેથી આ સન્માનની સ્વાભાવિકતા સમજાય તેવી છે.તો પણ ભારત માટે ગૌરવ દાખડો છે. તાજેતરમા ભારત મુસ્લિમ બહુલ રાજ્યમાંથી તેને મળતાં વિશેષ અધિકારની જડીબુટ્ટી કલમ ૩૭૦ ને પાયામાંથી હચમચાવીને ઉખેડી ફેંકી દે. ત્યાંના સ્થાનિકોને પોતાના લોકમત વ્યક્ત કરવાની તક ન અપાય. તો પણ એક મુસ્લિમ રાષ્ટ્ર દ્વારા સન્માન !!જો કે યુ.એ.ઈ.ના ભારતીય એલચીએ આ વાત ભારતની આંતરિક ગણાવી પોતાની નીતિ સ્પષ્ટ કરી દિધી છે.મુદ્દો અહીં મુસ્લિમ દેશોનું ભારત તરફી વલણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં એક તેજલિસોટા જેવું ગણાય. પાક.ની આ બધા રાષ્ટ્ર પાસેથી સહાનુભૂતિની કાગલુદી હવે કારગત નિવડશે નહીં. કાશ્મીર ઇસ્યુથી આતંકવાદને ઉત્તેજનની બાબતોમાં તે હવે અલગ -થલક પડી જવાની સંભાવના છે.પાક.ને મળનારી આંતરરાષ્ટ્રીય આર્થિક મદદને પણ બ્રેક લાગવાની શક્યતા છે.તે નોંધનીય છે કે મોદીજીના પ્રવાસનું’ નેક્ષ્ટ ડેસ્ટીનેશન’ એક વધુ મુસ્લિમ રાષ્ટ્ર બહેરીન છે. અખાતના દેશો એશિયામાં એક મહત્વની ઈકોનોમિકલ પાવર ગણાય.યુ.એસ.ઈ.,કુવૈત,કતાર, બહેરીન વગેરે દેશો ક્રૂડ ઓઇલના ઉત્પાદનથી ખુબ ગંજાવર ઉઝૉવાન થયા છે. તેથી ભારત માટે તેની સહાનુભૂતિ ઘણી ઉપકારક સાબિત થઇ શકે છે. હા અલ ઝઝીરા ન્યૂઝનો હવાલો જણાવે છે કે બ્રિટિશ લેબર પાર્ટીના નાઝ શાહ, બૈરુતના માનવ અધિકાર ચળવળકાર સુશ્રી સમા હદિદે કાશ્મીરમાં માનવ અધિકારોના હનનનો મુદ્દો ઉઠાવી મોદીના આ સન્માનને નિર્દયતા,માનવ અધિકારની ઉપેક્ષાનું પોષક ગણાવ્યું.  ભારતને આવું સન્માન અપાવનાર મોદી પહેલાં પ્રધાનમંત્રી છે.તેઓએ આ અભિવાદનને ભારતની ૧૩૦ કરોડ જનતાનુ ઓવારણુ ગણાવ્યું.બ્રેવો…બ્રેવો મોદીજી.

Previous articleસંઘબળ કોઈ પણ સંગઠનની ખરી તાકાત છે
Next articleવાળુકડ કે.વ.શાળાનો પ્રવાસ