સિહોર એટલે છોટેકાશી અહીં દરેક તહેવારો ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે સાતમ આઠમ પણ ઉજવવામાં આવી હતી શીતળા સાતમ ના દિવસે નદી કિનારે આવેલ શીતળા માતાજીના મંદિરે ખૂબ મોટી ભીડ જોવા મળી હતી જ્યારે બીજા દિવસે આઠમ એટલે જન્માષ્ટમી ની ઉજવણી ખાસ પ્રકારે જોવા મળી હતી જેમાં મેઈન બજારમાં માલધારી સમાજ દ્વારા ખુબજ સુંદર અને ભવ્ય ઉજવણી કરી હતી ઠેર ઠેર મટકીઓ, રસ્તાઓ પર સુશોભન કરી ગોવિદાઓ મટકી ફોડતા ફોડતા મંદિર સુધી પહોંચી ભવ્ય આરતી કરી હતી,સાથે સાથે જુના સિહોર તથા પ્રગટનાથ ના ઢાળ માં ભરવાડ સમાજ દ્વારા,ખાડિયા ચોક મિત્રમમંડળ, તથા શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા સોસાયટીમાં મટકી ફોડ,મહા આરતી તથા પ્રસાદ નું આયોજન કરવામાં આવી હતું નંદ ધરે આનંદ આયો જય કનૈયા લાલકી સાથે ધર્મમય વાતાવરણ સાથે કૃષ્ણજન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી હતી.