નારી રોડ પર જુગાર રમતા ૧૪ શખ્સો ૧.૧૦ લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે

483

બોરતળાવ પો.સ્ટે.ના પોસઈ આર.એ.વાઢેર તથા સ્ટાફના પી.પી.રાણા, ડી.કે.ચૌહાણ, એચ.જે. મકવાણા, રાજેન્દ્રસિંહ ગોવિંદસિંહ ઝાલા, વિક્રમભાઈ મોરે, વિજયભાઈ ચીથરભાઈ, સત્યજીતસિંહ પ્રદ્ય્યુમનસિંહ, દિગ્વિજયસિંહ ખુમાનસિંહ ગોહેલ, નિલમબેન વિરડીયા વિગેરે પો.સ્ટે. વિસ્તારમાં સાતમઅઆઠમના તહેવાર સંદર્ભે નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે કુંભારવાડા નારી રોડ શિતળા માતાના મંદિર પાસે આંગણવાડીની બાજુમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે રેઈડ કરતા કુલ ૧૪ ઈસમો ગંજીપતાના પાના પૈસા વડે તિન પતિનો હારજીતનો જુગાર રમતા મળી આવેલ જેમાં યોગેશભાઈ કાંતિભાઈ પ્રજાપતિ, જગદિશભાઈ ભાણજીભાઈ ધંધુકિયા, રઘુવિરસિંહ ઘનશ્યામસિંહ રાયજાદા, પ્રવિણભાઈ રઘુભાઈ પ્રજાપતિ, કિશનભાઈ કાળુભાઈ રાઠોડ, હસમુખભાઈ વલ્લભભાઈ મકવાણા, રાકેશભાઈ રમેશભાઈ રાઠોડ, સુનિલભાઈ ભાનુભાઈ વેગડ, સંજયભાઈ કાળુભાઈ પરમાર, રાકેશભાઈ દિનુભાઈ મકવાણા, રવિરાજસિંહ ભરતસિંહ ગોહિલ, ઈનાયતભાઈ સિકંદનરભાઈ મીંયાણા, બલરામ કનૈયાલાલ પરમાર, મહેન્દ્રસિંહ અનિલસિંહ ચુડાસમા સહિત ચૌદ ઈસમો જાહેરામાં પૈસા-પાના વતી તીનપત્તીનો પૈસાની હાર-જીતનો જુગાર ગંજીપતાના પાના નંગ પર તથા રોકડ રૂપિયા કુલ રૂા. ૧,૧૦,૧પ૦/- સાથે મળી આવી જુગાર ધારા કલમ ૧ર મુજબ ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ.

Previous articleસિહોરના ભરવાડ યુવાનનું સન્માન
Next articleસિહોર ગૌતમેશ્વર ખાતે ભવ્ય લોકમેળો યોજાયો