મહુવા તાલુકાના લોંગીયા ગામે રહેતા ૬૮ વર્ષીય વૃધ્ધાની ગળે ટુપો આપી હત્યા કરી સોનાના વેઢલાની લૂંટ ચલાવ્યાનો બનાવ બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
મહુવા તાલુકાના લોંગીયા ગામે રહેતા કચરાભાઈ પ્રજાપતિ ઠળીયા ગામે ગેસનું ફોર્મ ભરવા ગયા હતા ત્યારે તે દરમ્યાન તેના ઘરે ટીવી રીપેરીંગ કરવા આવેલા શખ્સો કચરાભાઈના પત્ની પાંચબીને (ઉ.વ.૬૮) ઘરે એકલા હોય શખ્સોએ પાંચીબેનને ગળેટુંપો આપી હત્યા કરીને તેમના કાનમાં પહેરેલા વેઢલાની લૂંટ ચલાવી નાસી છુટયા હતાં. આ બનાવ જાણ થતા તુરંત જ પોલીસને જાણ કરતા બગદાણા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લાશને પી.એમ. અર્થે મોકલી ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરેલ આ બનાવથી સમગ્ર ગામમાં ચકચાર મચાી જવા પામેલ છે.