કુંભણ ગામના આંગણે તળપદા કોળી જ્ઞાતિની વાડીના પટાંગણમાં કુંભણ ગામના સમસ્ત તળપદા કોળી જ્ઞાતિના ધોરણ ૧ થી કોલેજ કક્ષાના તેજસ્વી તારલાઓને સન્માનીત કરવા માટે એક ભવ્ય ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમની શરૂઆતમાં કુંભણ ગામના તળપદા કોળી જ્ઞાતિના પ્રમુખ ડૉ. જીવરાજભાઈ સોલંકી તથા તથા ઓ.બી.ચૌહાણ સાહેબ તથા આમંત્રીત મહેમાનોના વરદ્દ હસ્તે દિપ પ્રાગટય કરી ત્યાર બાદ સમાજના નાના ભુલકાઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવેલ. તથા આમંત્રીત મહેમાનો દ્વારા ધોરણ ૧ થી કોલેજ કક્ષાના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહીત ઈનામ આપીને વિદ્યાર્થી સન્માનિત કર્યા હતાં. તથા આમંત્રીત મહેમાનોએ વધુ શિક્ષણ, વ્યસનથી દુર રહેવા, બેટી બચાવો બેટી પઢાવો, જેવા સંદેશાઓ સાથે પ્રસંગોચિત ઉદ્દ્બોધન કયું હતું. સાથે આ દિવસે જન્માષ્ટમી હોવાથી મટકી ફોડ કાર્યક્રમ પણ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમા કુંભણ ગામના સમસ્ત તળપદા કોળી જ્ઞાતિના ભાઈઓ – બહેનો વડીલોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તથા સંસ્કાર ગૃપના નવ યુવાનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો