લોકો ને ઉનાળામાં પડતી પીવાના પાણીની મુશ્કેલી નીવારી શકાય અને લોકોને ગરમીમાં પાણી કાપની સમસ્યાનો સામનો ન કરવો પડે તથા વરસાદી પાણી વહી ન જાય તેનો સંગ્રહ થાય તે માટે ગુજરાત સરકારની જળશકતિ સંગ્રહ અભિયાન અંતર્ગત બોટાદ જીલ્લાના રાણપુરમાં ગ્રામ પંચાયત ખાતે તલાટી એચ.ડી.પરમાર ની અધ્યક્ષતામાં એક ગ્રામસભા યોજાય હતી.જેમા લોકો દ્વારા સુચનો કરવામાં આવ્યા હતા લોકો દ્વારા કરવામાં આવેલા સુચનો સરકારમાં રજુઆત કરવા ઠરાવ કરીને મોકલવામાં આવશે જે અંતર્ગત ૨૦૧૭ ના ચોમાસા દરમ્યાન રાણપુરમાં ઘોડાપુર આવ્યુ હતુ જેમાં કોળી સમાજના સ્મશાન પાસે જે ચેકડેમ પાણીમાં તુટી ગયો છે તેને તાત્કાલિક બોરીબંધ થી અટકાવવે જેથી હાલ નદીમાં વહી જતુ પાણી રોકી શકાય,વળી ગોમા નદીમાં કેનાલ ઉપર ગેટ હોવાથી નદીમાં એક ૮૦ ફુટનો કુવો બનાવવો જેથી ઉનાળામાં પાણીની તંગી પડે નહી.રાણપુરની ભાદર નદીના કેનાલ ઉપર ગેટ મુકવો જેથી નદીમાં પાણી છોડી કુવા રીચાર્જ થઈ શકે,રેનના બંગલા અથવા ધોળાકુવા પાસે ફીલ્ટર પ્લાન્ટ મંજુર કરવો જેથી લોકો ને દુષિત પાણી પીવુ નો પડે,રાણપુર ગ્રામ પંચાયતનો માલીકી નો રીંગ નો કુવો ૮૦ ફુટ ઊંડો કરવો અને ૨૦૦ ફુટ આડા ડાર કરવા,લિંડીયા નદી નો કુવો જે ૩૦ ફુટ છે તે ૮૦ થી ૧૦૦ ફુટ ઊંડો કરવો,ગઢનો કુવો ૮૦ ફુટ ઊંડો કરવો,ચોરસીયો કુવો ઊંડો તથા આડા ડાર પડાવવા,ભાદર નદી અને ગોમા નદી વચ્ચે જે ઉપયોગ વગરની પાણીની ટાંકી વર્ષોથી છે તેમાંથી ગામ સુધી નવી પાઈપલાઈન નાખવી,સ્મશાન પાસેનો કુવો સાફ કરાવવો,હાલમાં પાણી પુરૂ પાડતી અંદાજે ૪૦ વર્ષ જુની જર્જરીત ટાંકી પાડી ને નવી બનાવવી,કેનાલથી રીંગના કુવા સુધી ૧૨ સ્.સ્.ની પાઈપલાઈન નાખી રીંગનો કુવો રીચાર્જ કરી શકાય,રાણાજી ગોહિલના ગઢ પાસે નવો કુવો બનાવવાના લોકો દ્વારા સુચનો કરવામાં આવ્યા હતા.તેમાં રાણપુરના ગ્રામ પંચાયતના સભ્યો,કર્મચારીઓ તથા ગામલોકો મોટી સખ્યામાં હાજર રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે કાયમ માટે રાણપુરમાં ઉનાળામાં પીવાના પાણીની તંગી પડે છે.જે મેળવવા માટે ભુતકાળમાં રમખાણો તથા જેલની સજા પણ લોકો ભોગવી ચુક્યા છે.જો ચોમાસામાં જ જાગૃત થઈને આયોજન કરી તેનો અમલ કરવામાં આવે તો રાણપુરના લોકોને પીવાના પાણીનો અને ખેડુતોના સિંચાઈ ના પ્રશ્નો પણ હલ થઈ શકે તેમ છે..