આજરોજ અલ મહદી ફાઉન્ડેશન સંચાલિત મહદી સ્કુલ, તથા મહદી મહિલા કોમર્સ કોલેજ અને પી.જી. સેન્ટર ઓફ એમ.કોમ.ની વિદ્યાર્થીનીઓનો સન્માન તથા સત્કાર સમારંભ તેમજ એલ મહદી ફાઉન્ડેશન મેરીટ સ્કોલરશીપના ચેક વિતરણ સમારંભ ભાવનગર રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવના પ્રમુખ સ્થાને યોજાય ગયેલ. આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી સજજદભાઈ વરતેજી, મોહસીનભાઈ વરતેજી, સલીમભાઈ વરતેજી, રીયાઝઈ મેઘાણી, પ્રિન્સીપાલ પરવેઝભાઈ મરચંટ તથા મુન્નાભાઈ વરતેજી, ચીરાગભાઈ વરતેજી સહિતના ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરેલ.
આ કાર્યક્રમમાં ધોરણ ૯ થી ૧ર અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમની બહેનોને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો ખીતાબ આપવામાં આવેલ અને મેરીટમાં સ્થાન મેળવનાર ધોરણ ૯ થી ૧રની બહેનોને ઈનામ આપી નવાજવામાં આવેલ અને કોલેજ વિભાગમાં બી.કોમ. સેમ ૧ થી ૬માં ઉચ્ચ ક્રમાંક મેળવનાર બહેનોનું સન્માન તથા બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ બી.કોમ. અને એમ.કોમની વિદ્યાર્થીનીઓને આપેલ તેમજ વર્ષ ર૦૧૮-૧૯ના પરિણામમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવ. યુનિ.માં ૧ થી ૧૦ નંબર મેળવનાર વિદ્યાર્થીની બહેનોને ટ્રસ્ટ દ્વારા મેરીટ સ્કોલરશીપના ચેકનું વિતરણ પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના શાળા તથા કોલેજ વિભાગના તમામ સ્ટાફે જહમેત ઉઠાવેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન માલ્વીકાબેન વ્યાસ તેમજ ડો. સમીર સોલંકી દ્વારા કરવામાં આવેલ.