ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી પ્રેરીત નંદ મહોત્સવ સમિતિ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભાવનગરમાં દહી હાંડી મહોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં મહારાષ્ટ્રના ચુનંદા ૧૦૧ મહારથીઓ દ્વારા શહેરના વિવિધ ૬ વિસ્તારોમાં ઉંચે બાંધેલી મટકી ફોડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકીય, સામાજીક આગેવાનો આમંત્રીતો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.