યુએસ ઓપન : સુમિત નાગલે ફેડરરને પ્રથમ સેટમાં ૬-૪થી હરાવ્યો છતાં મેચ હાર્યો

385

મંગળવારે સ્વિટ્‌ઝરલેન્ડના રોજર ફેડરરે યુએસમાં ચાલી રહેલા યુએસ ઓપનમાં ભારતના સુમિત નાગલને હરાવ્યો હતો. ફેડરરે મેચ ૪-૬ ,૬-૧, ૬-૨, ૬-૪થી જીતી હતી. નાગલે પ્રથમ સેટમાં ટેનિસ સ્ટાર ફેડરરને ૬-૪થી હરાવ્યો હતો. ત્યારબાદ ફેડરર મેચમાં પાછો ફર્યો. તેઓએ બીજો સેટ ૬-૧થી અને ત્રીજો સેટ ૬-૨થી જીત્યો. ચોથા સેટમાં નાગલ બાઉન્સ થઈ ગયો. તેઓ એક સમયે ફેડરરની બરાબરી પર હતા, પરંતુ સ્વિસ ખેલાડીએ તેમના અનુભવનો લાભ ઉઠાવતા નાગલેને ૬-૪થી પરાજિત કર્યો હતો.

ફેડરર ૨૦ વખતનો ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન છે. બીજી બાજુ, નાગલે તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. તેણે બ્રાઝિલના જોઓ મેનેઝિસને ૫-૭, ૬-૪, ૬-૩થી હરાવીને મુખ્ય રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું હતું. આ પહેલા સોમવારે ભારતના પ્રજનેશ ગુણેશ્વરને હારનો સામનો કરવો પડ્યો હતો. તેને વર્લ્ડ નંબર ૫ ના રશિયાના ડેનિલ મેદવેદેવે ૬-૪ ૬-૧ ૬-૨થી હરાવ્યો હતો.

સુમિત હરિયાણાના ઝજ્જર જિલ્લાના નાના ગામ જેતપુરનો છે. તે ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિને માર્ગદર્શક માને છે. સુમિત કહે છે- ’ભૂપતિ મારા માર્ગદર્શક છે અને હંમેશા રહેશે. હું લગભગ ૧૦ વર્ષનો હતો, પછી પહેલી વખત તેની એકેડેમીમાં ગયો. તેઓએ મારી રમતમાં વધારો કર્યો. તેમણે જ મને સ્પોનશર કર્યુ હતું. સુમિત બાળપણથી ફેડરરની શૈલીની નકલ કરતો હતો. ફેડરર સામેની મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ નાગલને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleભાવનગરથી અમદાવાદ એસટીની વોલ્વો બસ શરૂ
Next articleયમુના સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સનું નામ અરૂણ જેટલીના નામ પર રાખવા ગંભીરની અપીલ