સલમાનની કિક-૨માં હવે જેકલીનને લેવાનો નિર્ણય

542

સલમાન ખાને સોશિયલ મિડિયા ઉપર આગામી ઇદ પર રજૂ થનારી પોતાની ફિલ્મ કિકના સિક્વલની જાહેરાત કરી દીધી છે. પહેલા એમ માનવામાં આવી રહ્યું હતું કે, ઇદ પર સલમાન ખાનની ઇન્સા અલ્લાહ રજૂ થશે તેમાં આલિયા ભટ્ટ અભિનેત્રી તરીકે છે. જો કે, હાલમાં જ સલમાન ખાન અને ભણશાળી પ્રોડક્શન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ફિલ્મ ઇન્સા અલ્લાહનું કામ રોકી દેવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ નિર્માણ થનાર નથી. સલમાન ખાન સાજીદ નડિયાદવાલાની ફિલ્મ કિક-૨માં કામ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન ખાન ફરી એકવાર દેવીલાલ ઉર્ફે ડેવિલની ભૂમિકા અદા કરનાર છે. આ ફિલ્મમાં ફરી એકવાર જેકલીન જ નજરે પડે તેવું નક્કી થઇ ચુક્યું છે. વર્ષ ૨૦૧૪માં મૂળ ફિલ્મ કિક રજૂ થઇ હતી. ફિલ્મમાં જેકલીન એક તબીબની ભૂમિકામાં હતી. સિક્વલ માટે પણ તેની પસંદગી કરવામાં આવી ચુકી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, મોટાભાગના લોકોએ જેકલીન ઉપર પસંદગી ઉતારી છે પરંતુ અંતિમ નિર્ણય સલમાન ખાન દ્વારા કરવામાં આવનાર છે. સલમાન પણ ઇચ્છે છે કે, ફિલ્મમાં અભિનેત્રી તરીકેની ભૂમિકામાં જેકલીનની પસંદગી કરવામાં આવે. હાલમાં એવા અહેવાલ આવ્યા હતા કે, સિક્વલમાં જેકલીનની જગ્યાએ દિપીકાને લેવામાં આવી શકે છે પરંતુ દિપીકાને લઇને કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. દિપીકા અને સલમાન ખાન હજુ સુધી કોઇપણ ફિલ્મમાં એક સાથે દેખાયા નથી. દિપીકાની ભૂમિકા સલમાન ખાન ફિલ્મોની અભિનેત્રી જેવી રહેશે નહીં. દિપીકાને લઇને એમ પણ માનવામાં આવી રહ્યું હતું કે, તેની ભૂમિકા શક્તિશાળી રહેશે. સાજિદ દ્વારા એવા પ્રયાસ પણ થઇ રહ્યા છે કે, દિપીકાને આ ફિલ્મમાં લેવામાં આવે પરંતુ ફિલ્મ સાથે જોડાયેલા મોટાભાગના લોકોએ જેકલીન ઉપર પસંદગી ઉતારી છે. અત્રે નોંધનીય છે કે, આગામી વર્ષે એટલે કે ઇદ ૨૦૨૦ ઉપર સલમાન ખાનની કિકની સાથે સાથે અક્ષય કુમારની લક્ષ્મી બોંબ પણ રજૂ કરાશે. લક્ષ્મી બોંબને ઇદ પર રજૂ કરવાનો નિર્ણય પહેલાથી જ કરવામાં આવી ચુક્યો છે જેથી આ વખતે ઇદ ઉપર સલમાન ખાન અને અક્ષયકુમાર બંને આમને સામને આવી શકે છે. બંને બોક્સ ઓફિસ ઉપર હાલ સારી સફળતા મેળવી રહ્યા છે. અક્ષય કુમારની છેલ્લે મિશન મંગલ રજૂ થઇ હતી જેને સરેરાશ સફળતા મળી છે. બીજી બાજુ સલમાન ખાનની ભારત ફિલ્મને પણ સરેરાશ સફળતા જ હાથ લાગી છે જેથી બંને એક મોટી ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. કિકની જાહેરાત થતાં ચાહકોમાં ઉત્સુકતા વધી છે. સલમાન ખાન અને અક્ષયકુમાર બંને એકબીજાના મિત્રો પણ છે.

Previous articleવિહારી બોલિંગ પણ કરી શકે છેઃ કોહલી
Next articleડાયના પેન્ટીને કોઇ ફિલ્મ ન મળતા ભારે નિરાશ