શહેરના મહિલા કોલેજ સર્કલ પાસેથી એલસીબી પોલીસના જવાનોએ પરપ્રાંતિય શરાબ, બિયરની કારમાં હેરાફેરી કરતા બે શખ્સોની ધરપકડ કરી ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર બનાવ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતી તે વેળા મળેલ ચોક્કસ બાતમી આધારે મહિલા કોલેજ સર્કલ પાસે વોચમાં હતા તે વેળા સિલ્વર કલરની નંબર પ્લેટ વિનાની વેરીટો કાર પસાર થતા જેને અટકાવી તલાશી લેતા કારમાં બે શખ્સો મળી આવેલ જેઓના નામ સરનામા સાથે કારની તલાશી હાથ ધરેલ. જેમાં કાર ચાલક રવિન્દ્રસિંહ ઉર્ફે રવિ નોંધુભા જાડેજા ઉ.વ.૩૭ રે.શિવકુંજ ફ્લેટ નં.૪૦૧ ટોપ થ્રી સર્કલ તથા નિલેશ લવજી બારૈયા ઉ.વ.૩૩ રે.ભરતનગર આ કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ તથા બિયરના ટીન મળી અને કાર મળી કુલ રૂા.૩,૩ર,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરેલ. આ દારૂ-બિયર આડોડીયાવાસમાં ડીલેવરી દેવા જઈ રહ્યાં હોવાની કેફીયાત આપતા બન્ને વિરૂધ્ધ પ્રોહિ. એક્ટ તળે બી ડીવીઝનમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.