ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં મંગળવારે સવારે બનેલી દુર્ધટનામાં ૧૬ લોકોના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં તમામ પુરુષો છે. આ દુર્ઘટના રોજા પોલીસ સ્ટેશન વિસ્તારના જમુકા ખાતે બની છે. જેમાં એક ટ્રક પુર ઝડપે આવી રહ્યો હતો પરંતુ અચાનક સામે મુસાફર ભરેલો એક ટેમ્પો આવી ગયો હતો. ટ્રક ચાલકે બ્રેક લગાવવાનો પણ પ્રયાસ કર્યો, પણ ટેમ્પો ઘસડાતા રસ્તાના કિનારે ઊભા રહેલા વાહન પર પલટી ખાઈ ગયો. આ વાહનમાં પણ લોકો સવાર હતા. તંત્રએ દુર્ઘટનામાં ઘવાયેલા યાત્રિઓની બચાવ કામગીરી શરૂ કરી છે. સાથે જ ગ્રામ્યજનોની મદદથી લાશોને બહાર કાઢવામાં આવી રહી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, રોજા પોલીસ સ્ટેશન વિસ્તારના લખનઉ- દિલ્હી હાઈવે પર મંગળવારે સવારે અંદાજે દસ વાગે એક ખાલી ટ્રક પુર ઝડપે જઈ રહ્યો હતો પરંતુ જમુકા દોરાહે પર અચાનક સામેથી મુસાફરો ભરેલો એક ટ્રક આવી ગયો. ટ્રક ચાલકે બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો પણ ટેમ્પો ઘસડાઈને રસ્તાના કિનારે ઊભેલા મૈજિક વાહન પર પલટાયો. મૈજિક વાહનમાં પણ લોકો સવાર હતા.
દુર્ઘટના બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતાની સાથે જ ફોર્સે બચાવકામગીરી શરૂ કરી દીધી હતી.
પરંતુ ૧૬ લોકોને ડોક્ટરે મૃત જાહેર કરી દીધા હતા. જ્યારે પાંચ લોકો સારવાર હેઠળ છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. સીએમ મૃતકોના પરિવારને યોગ્ય આર્થિક સહાય આપવાના પણ આદેશ આપ્યા છે.