RBIએ સરકારને આપેલ ૧.૭૬ લાખ કરોડ ૫ ક્ષેત્રોમાં કામ લાગશે

379

અર્થવ્યવસ્થાને સુધારવા માટે નાણા પ્રધાન નિર્મલા સીતારમન દ્વારા કરવામાં આવેલી ઘણી મહત્વપૂર્ણ જાહેરાતોના કેટલાક દિવસ બાદ જ આરબીઆઈએ સરકાર માટે ખજાનો ખોલી દીધો છે. રિઝર્વ બેંકે પોતાના ખજાનામાંથી સરકારને ૧.૭૬ લાખ કરોડ રુપિયાની મોટી રકમ આપવાનો નિર્ણય કર્યો છે. આમાં રિઝર્વ બેંકના સરપ્લસ ફંડથી મળનારા ૧.૨૩ લાખ કરોડ રુપિયાનો સમાવેશ થાય છે. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલી સરકાર માટે આ આંકડો એક મોટો ઉપહાર છે. ત્યારે આવો જાણીએ કે સરકાર આ મોટી રકમને ક્યાં ખર્ચ કરી શકે છે.

સાર્વજનિક ક્ષેત્રની બેંકો કેશની તંગીમાંથી પસાર થઈ રહી છે. અને તેમની પાસે પર્યાપ્ત પૂંજી નથી. આશરે અડધો ડઝન કમજોર બેંક રિઝર્વ બેંકની પીસીએ માળખા અંતર્ગત લાવવામાં આવી છે. નાણા પ્રધાને ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે સાર્વજનિક બેંકોને ૭૦,૦૦૦ કરોડ રુપિયાની પૂંજી આપવામાં આવશે.

જો કે બેંકોને આનાથી પણ વધારે પૂંજીની જરુર છે. તો રિઝર્વ બેંક પાસેથી મળનારા ખજાનાનો ઉપયોગ સરકાર બેંકો અને પૂજી આપવા માટે કરી શકે છે અને આનાથી આવનારા પાંચ વર્ષમાં બેંકો પર દબાણ ઓછું થશે.

મોદી સરકારે આવનારા પાંચ વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ૧૦૦ લાખ કરોડ ખર્ચ કરવાનું મહત્વપૂર્ણ લક્ષ્ય રાખ્યું છે. આવડી મોટી રકમ પર ખર્ચ કરવા માટે પૂંજી એકત્ર કરવી એક મોટો પડકાર છે. રિઝર્વ બેંક પાસેથી મળનારા ખજાનાનો એક મોટો ભાગ સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ખર્ચ કરવામાં આવી શકે છે. અત્યારે બેંક પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓને લોન આપવામાં ખચકાઈ રહી છે. સરકાર પાસેથી મોટી રકમ મળ્યા બાદ તેમના માટે પણ આ પ્રકારની પરિયોજનાઓને ઋણ આપવું સરળ બની જશે.

સરકાર ખેડુતો, ગરીબો અને નાના ઉદ્યમીઓના કલ્યાણ માટે આવી ઘણી યોજનાઓ ચલાવે છે, જેનો બોજ આખરે બેંકો પર પડે છે. બેંકોને સરકારી એજન્સીઓથી કોઈપણ નાણાસહાય મળતી નથી. ઉદાહરણ માટે,,, બેંકોએ આશરે ૮ લાખ કરોડ રુપિયાની મુદ્રા લોન વહેંચી છે, પરંતુ તેને આના બદલે ફાઈનાન્સિંગ નથી મળતું. રિઝર્વ બેંક પાસેથી મળેલા ખજાનાનો ઉપયોગ કરીને સરકાર નેશનલ હાઉસિંગ બેંક, સિડબી અને નાબાર્ડ જેવી એજન્સીઓને ફાઈનાન્સ કરી શકે છે.

છેલ્લા ઘણા વર્ષથી સરકારનું ઉધારી અથવા ઋણ લેવાનો સિલસિલો વધતો જઈ રહ્યો છે. નાંણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માં સરકારની યોજના આશરે ૭ લાખ કરોડ રુપિયાનું ઋણ લેવાની છે. તો રિઝર્વ બેંકથી મળેલા ઉપહારનો ઉપયોગ સરકાર પોતાની ઉધારી ઓછી કરવા માટે કરી શકે છે. આનાથી સરકાર પ્રાઈવેટ ક્ષેત્ર માટે વધારે ફંડ એકત્ર કરી શકશે.

સરકાર આશરે ૮૦ હજાર કરોડ રુપિયાની ભારે રકમ સોવરેન બોન્ડ દ્વારા વિદેશી ઋણથી એકત્ર કરવા ઈચ્છે છે. આના પાછળનો વિચાર એ છે કે વિદેશમાં સસ્તા વ્યાજ દર પર મળી રહેલા ઋણનો ફાયદો ઉઠાવવામાં આવે. પરંતુ આ પ્રકારના બોન્ડ જાહેર કરવામાં મુદ્રા એટલે કે રુપિયા પર જોખમ વધી જાય છે. આંતરરાષ્ટ્રીય સ્થિતી ઠીક ન થવાથી રુપિયો પહેલાથી જ કમજોર છે. ત્યારે આવામાં સોવરેન બોન્ડ જાહેર કરવાથી આના પર જોખમ વધી જશે. એટલા માટે રિઝર્વ બેંકથી મળેલા ખજાનાની મદદથી સરકારે આ પ્રકારના બોન્ડ જાહેર કરવાની જરુરિયાત ઓછી રહી જશે.

Previous articleચોર-ચોરીની વાતો રાહુલ કરે છે ત્યારે પ્રજા જવાબ આપે છે : સીતારામન
Next articleINX કેસ : ચિદમ્બરમની વિરૂદ્ધ ઇડીની અરજી પર આજે સુનાવણી