બરવાળા નગરપાલિકા વિસ્તારમાં શહેરીજનોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે બરવાળા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે બરવાળા નગરપાલિકાના સતાધીશો સમસ્યાનું નિરાકરણ લાવી શકશે કે કેમ તેની મિટ માંડીને લોકો રાહ જોઈને બેઠા છે.
બોટાદ જિલ્લામાં આવેલ બરવાળા નગરપાલિકા વિસ્તારના રહીશોને પડતી જુદી-જુદી સમસ્યાઓને લઈને બરવાળા કોંગ્રેસ સમિતિના હોદેદારો તેમજ આગેવાનો દ્વારા આજે જી.સી.પટેલ (ચીફ ઓફિસર) બરવાળા નગરપાલિકાને આવેદનપત્ર પાઠવી શહેરના રહીશોની સમસ્યાઓના નિરાકરણ કરવા માટે ધારધાર રજુઆતો કરવામાં આવી હતી.
બરવાળા નગરપાલિકાના મોટા ભાગના વિસ્તારોના રહીશો જુદી-જુદી અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે જેમાં શહેરમાં ચોમેર ગંદકીની સમસ્યા,શહેરમાં સ્ટ્રીટલાઈટો બંધ હોવાથી ઠેર-ઠેર અંધારું,સાફ-સફાઈ કરાવવી, ગંદકીના કારણે મચ્છરોના ઉપદ્રવથી જંતુનાશક દવાનો છંટકાવ કરવો,શહેરના ખોડીયાર મંદિરથી સાળંગપુર ત્રણ રસ્તા સુધી સ્ટ્રીટલાઈટો નાખવી,શહેરની સુરક્ષા માટે સી.સી.ટી.વી.કેમેરા મુકવા,મફત પ્લોટના કબજેદારોને સરકાર દ્વારા મળતા લાભો આપવા,ખુલ્લી ગટરના ગંદા પાણીનો નિકાલ જેવા વિવિધ મુદાને લઇ શહેરના રહીશો સમસ્યાઓથી પીડાય રહ્યા છે ત્યારે બરવાળા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નાગર્પલીલા વિસ્તારના રહીશોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બરવાળા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો તેમજ હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.