નાગનેશ ગ્રા.પં.ના ઉપસરપંચ સહિત ૮ સભ્યોના રાજીનામા

870

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગ્રામ પંચાયતના ઉપ.સરપંચ સહીત ૮ સભ્યોએ સામુહિક રાજીનામાં આપી દેતા ખળભરાટ મચી ગયો છે.આશરે ૧૦,૦૦૦ હજારની વસ્તી ધરાવતા નાગનેશ ગ્રામ પંચાયત સરપંચ સહીત ૧૧ સભ્યો ધરાવે છે.૧૦,૦૦૦ હજારની વસ્તી ધરાવતા નાગનેશ ગામમાં કોઈ વિકાસના કામો થયા નથી ગામમાં રોડ રસ્તા,સફાઈ તથા કોઈ જાતનો વિકાસ નહી થતા અને નાગનેશ ગામ માટે અતિ મહત્વનો પ્રશ્ન વર્ષો જુની માંગણી છે કે નદી ઉપર પુલ બનાવવામાં આવે આજદિન સુધી પુલ પણ નહી બનતા નાગનેશ ગામ લોકો ને ચોમાસા દરમ્યાન નદીમાં પાણી વહેતુ હોય ત્યારે ગામલોકો ને ભારે મુશ્કેલીની સામનો કરવો પડે છે જેવા અનેક પ્રશ્નોને લઈને ૮ સભ્યો એ સામુહિક રાજીનામાં આપી દેતા જેમાં ઉપ.સરપંચ નરોત્તમભાઈ ભીખાભાઈ વસોયા, અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ ઝાલા, જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા, સુમીતાબેન દિલીપભાઈ ડેડાણીયા, માનાબેન વરજાંગભાઈ શિયાળીયા, શોભનાબા સુરૂભા ઝાલા, હીરાબેન અમરસિંહભાઈ વસોયા, રતિલાલભાઈ ભાણજીભાઈ મઢવી આ આઠ સભ્યો એ રાજીનામાં આપી દેતા સમગ્ર પંથકમાં ખળભરાટ મચી ગયો છે.

નાગનેશ ગામમાં વિકાસ નહી થતા રાજીનામાં આપ્યા : ઉપ.સરપંચ

આ બાબતે નાગનેશ ગ્રામ પંચાયતના ઉપ.સરપંચ નરોત્તમભાઈ ભીખાભાઈ વસોયા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે નાગનેશ ગામ નદી કાંઠા નું ગામ છે અને દસ હજારની વસ્તી ધરાવે છે.જ્યારે ચોમાસામાં વરસાદ પડે એટલે નદીમાં પાણી વહેતુ હોય છે જેના લીધે નાગનેશ બહાર જવા માટે ભારે મુશ્કેલીનો સામનો ગામલોકો ને કરવો પડે છે વર્ષોથી અમારી માંગણી છે કે નાગનેશ નદી ઉપર પુલ બનાવવામાં આવે પણ પુલ સહીત કોઈ વિકાસના કામ નહી થતા અંતે રાજીનામુ આપવુ પડયુ.

Previous articleબરવાળા નગરપાલિકાની સમસ્યાઓ અંગે કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું
Next articleરાજુલા, જાફરાબાદ તાલુકા પંચા.માં ફરી ઈન્ચાર્જ ટીડીઓ