સાંસદ ડો.ભારતીબેન શિયાળ ની ભારે જહેમત અને સક્રિય પ્રયત્નો થી રેલ્વે યાત્રીઓની સુખાકારી માટે સોનગઢ, શિહોર,ખોડીયાર મંદિર, વરતેજ, ભાવનગર પરા,મહુવા અને નિંગાળા રેલ્વે સ્ટેશનો પર કવરશેડ બેઠક વ્યવસ્થા,તેમજ શિહોર અને પાલીતાણા ના નવનિર્મિત પ્લેટફોર્મ તથા ભાવનગર પરા માં આવેલ ધન કચરા નિકાલ પ્લાન્ટ જેવા રેલ્વે વિભાગના પૂર્ણ થયેલ કામો નું લોકાર્પણ તા.૨૮/૦૮/૨૦૧૯ ના સવારના ૯/૦૦ કલાકે ભાવનગર પરા રેલ્વેસ્ટેશન પર રાખેલ છે આ કાર્યક્રમ માં ગુજરાત હાઉસિંગ બોર્ડ ના ચેરમેન અને જીલ્લા ભાજપા અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા,ભાવનગર શહેર ભાજપા અધ્યક્ષ સનતભાઈ મોદી,મેયર મનભા મોરી ડે-મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન યુવરાજ સિંહ ગોહિલ, શાસક પક્ષ નેતા પરેશભાઇ પંડયા,જીલ્લા પંચાયત પ્રમુખ વકતુંબેન મકવાણા તેમજ જીલ્લા-મહાનગર ના ચુંટાયેલા પ્રનિનીધિઓ અને સંગઠન ના હોદેદારઓ ની વિશેષ ઉપસ્થીમાં યોજાનાર છે.