ખાલી પીલીમાં ઇશાન તેમજ અનન્યાની જોડી નજરે પડશે

616

છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા છે કે હવે ચંકી પાન્ડેની પુત્રી અનન્યા અને ઇશાન ખટ્ટર એક સાથે કામ કરવા જઇ રહ્યા છે. આ બાબત હવે યોગ્ય સાબિત થઇ રહી છે. આ અહેવાલને સમર્થન મળી ગયુ છે. બંને હવે ખાલી પીલી નામની ફિલ્મમાં નજરે પડનાર છે. ફિલ્મ માટે ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે. બંનેની કેમિસ્ટ્રી જોરદાર રીતે દેખાઇ રહી છે. હવે આ બાબત પાકી થઇ ગઇ છે કે બંને સાથે કામ કરવા જઇ રહ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે કહ્યુ છે કે ફિલ્મના લુકને જારી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા ચાહકોમાં જોવા મળી રહી છે. ઇશાન અને અનન્યાને  ફિલ્મ માટે લેવામાં આવી ચુક્યા છે. જેને જી સ્ટુડિયો અને ટાઇગર જિન્દા હે, સુલ્તાન અને ભારત જેવી ફિલ્મનુ નિર્દેશન કરનાર અલી અબ્બાસ જફર પ્રોડ્યુસ કરનાર છે. ફિલ્મનુ શુટિંગ ૧૧મી સપ્ટેમ્બરના દિવસથી શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મને રજૂ કરવા માટેની તારીખ હાલમાં ૧૨મી જુન ૨૦૧૯ રાખવામાં આવી છે. લુક જારી કરવામાં આવ્યા બાદ જાણવા મળી રહ્યુ છે કે અનન્યા, ઇશાનની જોડી ખુબ હોટ દેખાઇ રહી છે. આ ફિલ્મ માટે ઇશાન પોતાના બોડી પર કામ કરી રહ્યો છે. જેનો અંદાજ પોસ્ટર પર દેખાઇ આવે છે. કાર્તિક આર્યનની સાથે અનન્યા પાન્ડે એક ફિલ્મમાં કામ કરી રહી છે. પતિ પત્નિ ઔર વો નામની ફિલ્મમાં અનન્યા કામ કરી રહી છે. તે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર -૨ મારફતે બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. ઇશાન ફિલ્મનોની પસંદગીના મામલે ખુબ પસંદગી કરીને આગળ વધે છે. પસંદગી કરીને ફિલ્મો તે સ્વીકારે છે. ફર્સ્ટ લુક જારી કરવામાં આવ્યા બાદ ભારે ચર્ચા છે.

Previous articleપછતાઓગે ડાન્સ કરતી વેળા નોરા ફતેહીની શોર્ટ ડ્રેસ સરકી
Next articleઆપણે કોચમાં પૂરતું ઈન્વેસ્ટ નથી કર્યું તે ચિંતાનો વિષય : ગોપીચંદ