ભારત અત્યારે પીવી સિંધુ વર્લ્ડ ચેમ્પિયન બની તેની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ રાષ્ટ્રીય બેડમિંટન કોચ પુલેલા ગોપીચંદને લાગે છે કે દેશમાં કોચમાં પૂરતું ઇન્વેસ્ટમેન્ટ ન થયું હોવાથી ભવિષ્યને લઈને ચિંતા કરવાનાં કારણો છે.
સિંધુ, જે ઓલિમ્પિક સિલ્વર-મેડલ વિજેતા પણ છે, રવિવારે ફાઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારા સામે સીધી રમતમાં વિજય સાથે ભારતની પ્રથમ વર્લ્ડ ચેમ્પિયન બની છે. તે સોમવારે રાત્રે પ્રચંડ સ્વાગતમાં પરત આવી હતી. જો કે, ગોપીચંદને લાગે છે કે દેશને એ હકીકત પર જાગૃત થવાની જરૂર છે કે જે નવી પ્રતિભા સામે આવે છે તે સંભાળવા માટે પૂરતા કોચ નથી.
સિંધુ સાથે મંગળવારે રાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, આપણે કોચમાં પૂરતું રોકાણ કર્યું નથી. દ્રોણાચાર્યનો એવોર્ડ મેળવનાર ગોપીચંદને ફક્ત સિંધુ જ નહીં, પણ સાયના નેહવાલ અને કે શ્રીકાંતને સહિત અન્ય ખેલાડીઓ માટેનો શ્રેય પણ આપવામાં આવે છે. તેમણે કહ્યું, “ક્વોલિટી કોચ બનાવવાની બાબતમાં આપણી પાસે ખરેખર મોટી શૂન્યાવકાશ છે અને તે કોઈ ટ્રેનિંગ પ્રોગ્રામની વાત નથી. તે ઇકોસિસ્ટમનો મુદ્દો છે. તેથી, આ અંતરને દૂર કરવા આપણે વધુ સખત મહેનત કરવાની જરૂર છે.”